ગલવાનમાં થયેલા સંઘર્ષ પછી ભારતીયોમાં ચીન સામે ઘણો આક્રોશ છે. તમામ ભારતીયો ચીની ઉત્પાદનનો બહિષ્કાર કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. પરંતુ સરેરાશ ચીની નાગરીકો ભારત વિષે શું વિચારે છે તે વિશે ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ચાઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ કન્ટેમ્પરરી ઈન્ટરનેશનલ રિલેશન્સ સાથે મળીને એક સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં ચીનના ૧૯૬૦ પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવ્યા હતા. સર્વેમાં મોદી સરકારથી લઈને ભારતીય સેના, ભારતીય અર્થવ્યવસ્થા, ભારતની સામાજિક સ્થિતિ તેમજ ચીન વિશેની સરેરાશ ભારતીયની છબી વિશે સઘન અભ્યાસ કરવામાં આવ્યો છે. ૧૭ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ સુધીમાં બીજિંગ, શાંઘાઈ, શિયાન, વુહાન, ચેંગડૂ, ઝેંગઝાઉ સહિત દેશના ૧૦ મોટા શહેરોમાં સર્વે કરાવવામાં આવ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews