કેશોદ તાલુકાનાં ફાગડી રોડ ઉપર મોટર સાયકલ સ્લીપ થતાં આધેડનું મૃત્યુ

0

 

કેશોદ તાલુકાના ફાગડી ગામના ધીરૂભાઈ નારણભાઈ સરવૈયા (ઉ.વ.પ૮) પોતાની મોટર સાયકલ નં.જીજે-૧૧-એએમ-૪૧પ૮ વાળી લઈ કેશોદથી ફાગડી ગામે ઘર તરફ જઈ રહયા હતાં. એ દરમ્યાન જીવાભાઈ ટીડાભાઈની વાડી સામે રોડ ઉપર તેમનું મોટર સાયકલ સ્લીપ થઈ જતાં તેમને માથાનાં ભાગે ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યુ થયું છે.
પાણીમાં ડુબી જતાં મૃત્યુ
કેશોદ તાલુકાનાં સુત્રેજ ગામે રહેતા ચનાભાઈ હમીરભાઈ મારૂ (ઉ.વ.૭૦) વરસાદનાં પાણીનાં સેલમાં અકસ્માતે પડી જતાં તણાઈ જતાં ડુબી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. જયારે મેસવાણ ગામનાં અશ્વીનભાઈ મેઘાભાઈ ચૌહાણ (ઉ.વ.૪પ)નું નોલી નદીમાં પાણીમાં પુરમાં તણાઈ જવાના ડુબી જવાના કરણે મૃત્યુ થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!