વિસાવદર તાલુકાનાં શોભાવડલા ગામે દુકાનમાંથી ૮ હજારનાં મુદામાલની ચોરી

0

વિસાવદર ગામે જીગ્નેશભાઈ લખુભાઈ નાગલા (ઉ.વ.૩૧ રહેવાસી શોભાવડલા) વાળાની દુકાનનું શટર તોડી થડાના ટેબલમાં રાખેલ રોકડ રૂપીયા આશરે પચીસ હજાર તથા શિવાજી. દો ભાઈ બીડીના પેકેટો તથા કટીંગ સોપારી વગરે મળી રૂા.૭૦૦૦/-નો સામાન તથા દુકાનની અંદર લગાડેલ સીસીટીવી, વાઈફાઈ કનેકટ કેમેરા રૂા.૩૦૦૦/-ની કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી લઈ ગયેલ તથા સાહેદ મુળુભાઈ વેજુભાઈ નાગલાની પાનની દુકાનનું બારણું તોડી દુકાનના ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂપિયા આશરે ૧પ૦૦/- તથા પાન-બીડીનો સામાન રૂા.૩૦૦૦/-ની તથા સાહેદ વિઠ્ઠલભાઈ શંભુભાઈ રાણવાની હિરો હોન્ડા સીડી-૧૦૦ મો.સ.રજી.નં. જીજે-૧૬-ઈ-પ૩૧૬ કી.રૂા.૮૦૦૦/-નું ચોકમાં રાખેલ હોય જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!