જૂનાગઢ સહીત જીલ્લામાં જુગાર રમતા ર૧ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝનનાં પો.કો. જુવાનભાઈ રામભાઈ અને સ્ટાફે બિલખા રોડ સ્થિત આંબેડકરનગરનાં હનુમાનચોકમાં જાહેરમાં જુગાર રમતા ખોળાભાઈ પરમાર, મનસુખભાઈ બોરીચા, ભોજાભાઈ વાઘેલાને રોકડ રૂા. ર૩૪૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર કિશોરભાઈ રાણવાને ઝડપવા ચક્રો ગતીમાન કરેલ છે.
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. ડી.કે. ગઢવી અને સ્ટાફે ઝાંઝરડા ગામે જુગાર અંગે રેડ કરતાં ૮ શખ્સોને રોકડ રૂા. ૮પ૮૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે સાબલપુર ચોકડી ખાડીયા વિસ્તારમાંથી તાલુકા પો.કો. લખમણભાઈ ભાયાભાઈ અને સ્ટાફે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રોકડ રૂા. ૭૧૭૦ સાથે ઝડપી લીધેલ છે.
ચોરવાડ
ચોરવાડ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ડી.વી. સોલંકી અને સ્ટાફે વિસણવેલ ગામે જુગાર અંગે રેડ કરતાં ત્રણ પુરૂષ અને એક મહીલાને રોકડ રૂા. ૩૧૬૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે ચોરવાડનાં પો.હે.કો. પી.એસ. કરમટા અને સ્ટાફે વિસણવેલ ચુંબલ વિસ્તારમાં જુગારની રેડ કરતાં ત્રણ શખ્સોને રોકડ રૂા. ૩૩૯૦ સાથે ઝડપી લીધેલ છે.
માળીયા હાટીના
માળીયા હાટીનાનાં પો.હે.કો. એન.એન. ડાંગર અને સ્ટાફે દુધાળા ગામે જુગાર રેડ કરતાં ત્રણ શખ્સોને રોકડ રૂા. પ૯૭૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે પાંચ શખ્સો નાસી જતાં તેને ઝડપવા ચક્રો ગતીમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!