ગુંડા ગર્દી અંગેનાં બદીનાં વટહુકમમાં નિર્દોષ ઇમાનદાર નાગરિકોને આવા ગુંડા તત્ત્વોથી રક્ષણ આપવા એવી જાેગવાઈ પણ સુનિશ્ચિત કરી છે કે, ગુંડા ધારા હેઠળ ગુનામાં જે વ્યક્તિ સાક્ષી બનશે તેને પણ રાજ્ય સરકાર પૂરેપૂરૂ રક્ષણ આપશે અને સાક્ષીની ઓળખ, સરનામું ગુપ્ત રાખવામાં આવશે. તદ્ઉપરાંત સાક્ષીઓના નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. આ જાેગવાઈના ઉલ્લંઘન બદલ જે તે વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અને ૫૦૦૦ રૂપિયા સુધીના દંડની જાેગવાઈ કરાઈ છે. આ ઉપરાંત ગુંડા તત્ત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત ગુંડા ધારા હેઠળ કાનૂની કાર્યવાહીને પાત્ર હોય તેવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તે ટાંચમાં લઈ શકાશે અને જરૂર જણાયે આવી મિલકતના વહીવટકર્તાની પણ તેઓ નિમણૂંક કરી શકશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews