વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, ભારત અને ચીનના સંબંધો બંને દેશો તથા દુનિયા માટે ‘ખૂબ જ અગત્યના’ છે. આથી બંને પક્ષો માટે એ અગત્યનું રહેશે કે કોઇ ‘સમજ કે સંતુલન’ ઉપર પહોંચે. અમેરિકા-ભારત સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોર્મના મંચ ઉપરથી જયશંકરે કહ્ય્šં કે દુનિયાના દરેક દેશની જેમ ભારત પણ ચીનની ઉન્નતિથી પરિચિત છે પરંતુ ભારતની તરક્કી પણ એક વૈશ્વિક ગાથા છે. વિદેશ મંત્રી ડિજીટલ કાર્યક્રમમાં ચીનના ઉભાર, ભારત ઉપર તેની અસરની સાથો સાથ બંને દેશોના સંબંધો ઉપર પડેલા પ્રભાવથી સંબંધિત પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓની વચ્ચે ચાર મહિનાથી ચાલી રહેલ સરહદ વિવાદની પૃષ્ઠભૂમિમાં જયશંકરની આ ટિપ્પણી આવી છે. આ વિવાદની અસર વેપાર અને રોકાણ સહિત તમામ સંબંધો ઉપર પડી છે. તેમણે પોતાના પુસ્તકનો હવાલો આપતા કહ્ય્šં કે દુનિયાના બીજા દેશોની જેમ આપણે પણ ચીનની ઉન્નતિથી પરિચિત છીએ. આપણે ચીનના પાડોશી છીએ. સ્વાભાવિક છે કે જાે તમે પાડોશી છો તો તમે એ ઉભારથી સીધા પ્રભાવિત થશો જે મેં મારા પુસ્તકમાં કહ્ય્šં છે. વિદેશ મંત્રી એ કહ્ય્šં કે ભારત પણ આગળ વધી રહ્ય્šં છે પરંતુ ચીન જેટલી રફતાર નથી. તેમણે કહ્ય્šં કે પરંતુ જાે તમે વીતેલા છેલ્લાં ૩૦ વર્ષ જાેશો તો ભારતની ઉન્નતિ પણ વૈશ્વિક કહાની છે. જાે તમારી પાસે બે દેશ છે, બે સમાજ છે જેમની વસતી અબજાેમાં છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, તો એ અગત્યનું છે કે તેમની વચ્ચે કોઇપણ પ્રકારની સમજ કે સંતુલન બને.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews