ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે, ભારત-ચીન સરહદનું સીમાંકન કરવાનું હજુ બાકી છે અને તેથી ત્યાં હંમેશા સમસ્યા જળવાઇ રહેશે. બંને દેશોએ મતભેદોને સંઘર્ષમાં ફેરવવાથી રોકવા માટે નેતૃત્વ વચ્ચે સહમતી લાગુ કરવી જાેઇએ. ચીન ભારત સાથે તમામ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવા તૈયાર છે. યૂરોપના પ્રવાસે પહોંચેલા ચીનના વિદેશ મંત્રીએ પેરિસમાં એક કાર્યક્રમ દરમ્યાન આ વાત કરી છે. ચીનની ટિપ્પણી ભારતીય સેનાના નિવેદનના કલાકોમાં જ આવી હતી જેમાં કહેવાયું હતું કે, ચીનની સેનાએ પૂર્વ લદ્દાખમાં ઉશ્કેરણીની કાર્યવાહી કરતા પેંગોંગ લેકના દક્ષિણમાં એકતરફી રીતે યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. વાંગે કહ્યું કે, ભારત-ચીનના સંબંધોએ તાજેતરમાં જ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સીમાંકન ન હોવાથી આ પ્રકારની સમસ્યાઓ જળવાઇ રહેશે. ભારત સાથે તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા અમે તૈયાર છીએ. આ સાથે જ દ્વીપક્ષીય મુદ્દાઓને પણ સ્થાન આપવું જાેઇએ. જિનપિંગ અને મોદી અનેકવાર મળી ચૂક્યા છે અને મહત્વની સમજૂતી ઉપર પહોંચ્યા છે. ડ્રેગન અને હાથી પ્રતિસ્પર્ધા ન કરીને સાથે મળીને કામ કરી શકે છે. એક અને એક બે નહીં પણ ૧૧ હોય છે. તેમણે એમ પણ કહ્યું કે, દ્વીપક્ષીય સહયોગ મતભેદો ઉપર ભારે પડે છે અને એકમેકના હિતો પણ મતભેદોને દૂર રાખે છે. મતભેદો સંઘર્ષમાં ફેરવવા ના જાેઇએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews