ચીનના વુહાન શહેરમાંથી કોરોનાનાં સંક્રમણની શરૂઆત થયા બાદ લોકોને કોવિડ-૧૯ની મહામારીમાંથી બચાવવા, લોકોના આરોગ્યને સુરક્ષિત રાખવાના આશયથી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ગુજરાત રાજય સરકારે ગત તા. ર૩-૩-ર૦ર૦થી લોકડાઉન જાહેર કરેલ હતુ. જેને હવે અનલોક-૪ જાહેર કરવાથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં રાત્રિના દુકાનો પણ ખુલ્લી રાખી શકાશે. ગઈકાલે જાહેર થયેલા અનલોક-૪ માં રાત્રીના ૧૧ વાગ્યા સુધી હોટેલ, રેસ્ટોરન્ટ, ચા-પાન, કોલ્ડ્રીંગ્સની દુકાનો ખુલ્લી રાખી શકાશે. અનલોક-૪ની જાહેરાત થતાં જ જૂનાગઢવાસીઓએ રાહતો દમ લીધો છે. જાે કે, હજુ પણ સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતની સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરનાર લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવેલ છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ગુજરાત રાજ્ય સરકારે તેની ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં જાહેર કરાયેલ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૦ સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ ૧૦ વાગ્યાના બદલે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ પબ્લિક ગાર્ડન પણ ખુલશે. ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. મોડી રાત સુધી બાગ-બગીચા, ધાર્મિક સ્થળો વગેરે ખુલ્લા રાખવાની કરાયેલ જાહેરાતને પગલે હવે લોકો પહેલાંની માફક ચા-પાણી, ઠંડા પીણા સહિતની ચીજવસ્તુઓની રાત્રે મોજ માણી શકશે. અનલોક-૪ ની જાહેરાત બાદ ખાણીપીણી અને બહાર ફરવાના શોખીનોમાં આનંદની લાગણી ફરી વળી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews