છેલ્લા ૧પ દિવસથી સતત વરસી રહેલ વરસાદથી ખેત પેદાશોને ભારે નુકશાન પહોંચ્યું છે, કપાસનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. તેમજ તલ અને અડદ સૂકાઈ ગયા છે. જયારે મગફળીમાં પણ રોગ આવવાની શકયતા છે ત્યારે સર્વે કરી વળતર ચૂકવવા માંગ ઉઠી છે. ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઈ મોવલીયા અને યાર્ડના ચેરમેન નટુભાઈ પોંકીયા સહિત કોંગ્રેસનાં મુખ્ય અગ્રણીઓએ ગઈકાલે ડે. મામલતદાર કનકસિંહ પરમારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ભેસાણ તાલુકામાં પડેલ ભારે વરસાદથી કપાસ, તલ અને અડદનું ઉત્પાદન થઈ શકે તેમ જ નથી, જયારે મગફળીનો પાક પણ ફેઈલ જવાની ભીતિ છે. તો તાત્કાલીક સર્વે કરીને એકર દિઠ રૂા.પ૦ હજારનું વળતર ચૂકવવા માંગણી કરી છે, વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને બદલે પાકવિમા યોજના યથાવત રાખવી જાેઈએ. આ તકે જી.પ.નાં સદસ્ય ભાવેશભાઈ ત્રાપસીયા, નીતિનભાઈ રાણપરીયા, તા.પ.નાં પ્રમુખ દિપકભાઈ સતાસીયા પણ હાજર રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews