કોરોના મહામારીમાં હાલ બાળકોમાં સંર્ક્મણના ફેલાય તે હેતુથી શાળાઓ બંધ છે. ઓનલાઇન શિક્ષણ કાર્ય અપાઈ રહ્યુ છે. ત્યારે શાળામાં શિક્ષકો દ્વારા લોક જાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાથરોટ ગામની પે સેન્ટર શાળાના શિક્ષક વિજયભાઈ જોરા દ્વારા પોતાની અંદર રહેલી ચિત્ર અને સ્ક્રેચ બનાવી ૫મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં ઉજવાતા શિક્ષક દિવસની માહિતી લોકો સુધી પહોંચે અને લોકો દેશની મહાન વિભૂતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રથમ મહિલા શિક્ષકા એવા સાવિત્રીબાઈ ફૂલેના ચિત્ર બનાવી સોશ્યલ મીડીયાના માધ્યમથી શેર કરી લોકોને અને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા છે. ઉપરાંત શિક્ષણ વિષેના વિવિધ ચિત્રો બનાવી ફ્રી સમયમાં ઉમદા ઉપયોગ કર્યો છે. તે બદલ તેમને શાળાના આચાર્ય સીઆરસી ગોવિંદ નંદાણીયા દ્વારા અભિનંદન આપી બિરદાવવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews