મચ્છુન્દ્રી ડેમ તથા દ્રોણેશ્વર ડેમ છેલ્લા ૧૦ દિવસથી ઓવરફલો ચાલુ છે. જેથી પાણીના પુરમાં ઉના સુધી નદીમાં મગર આવી જતા ચાર દિવસ પહેલા ધુળકોટીયા સામે પથ્થરની પાટ ઉપર મગરે દેખા દીધી હતી તે મગર વાડી વિસ્તારમાં થઈ શાહ એચ.ડી. હાઈસ્કુલ પાછળ આવેલ ચંદ્રકિરણ સોસાયટીની વાડીની દિવાલ નીચે આવી ચડી હતી. જેની લોકોને જાણ થતાં ઉના વનવિભાગને જાણ કરતા ફોેરેસ્ટર, બીટગાર્ડે રાત્રીના જ આ મગરને રેસ્કયુ કરી પાંજરે પુરી લોકોને ભયમુકત કર્યા હતા. આ મગર ૮ ફુટ લાંબો હતો અને મહાકાય વજન ધરાવતો હતો. આ મગરને જશાધાર એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવેલ અને ત્યાં તેની પ્રાથમિક તપાસ કરીને ડેમમાં છોડી મુકવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews