સુત્રાપાડા તાલુકાના ગાંગેથા તથા ભુવાવાડા ગામે ભારે વરસાદથી જમીન ધોવાણ થતા જમીનના ઉભેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. રવિવારે વરસાદથી સોમેત નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદીના પાણી ખેતરમાં પહોંચી ગયા હતા અને ખેતરો બેટમાં ફેરવાઇ ગયા હતા અને ભુવા ટીંબી ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું. ભારે વરસાદથી ખેતરમાં ઊભેલો પાક સંપૂર્ણ ડૂબી ગયો હતો જેથી પાક ઉપર આવી ગયો હતો અને જમીન પણ ધોવાણ થયું હતું . ૬ ઇંચ વરસાદથી ખેતરો અને તળાવો, નદીઓ ગાડી તુર બની ગયા હતા અને મગફળી, સોયાબીન, અડદ, જુવાર સહિતના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું હતું. એક તરફ કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો જીવી રહ્યા છે ત્યારે ભારે વરસાદથી ખેડૂતોને પણ દુર્દશા ખરાબ થઈ રહી હોય આ અંગે સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોના ખેતરનો સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews