જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે વિશિષ્ટ કામગીરી કરવા તેમજ ગુન્હાહિત ઈતિહાસ સાથે જોડાયેલાઓ ને પોતાની આગવી સ્ટાઈલમાં સમજાવવા તેમજ કોઈ નિર્દોષ સાથે અન્યાય ના થાય તે વાતનું વિશેષ ધ્યાન રાખવાનાં સ્વભાવથી જાણીતા જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાએ જૂનાગઢવાસીઓનાં દિલમાં પોતાનું વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. કોરોના કાળનું લોકડાઉન હોય કે પછી કોઈ ગુન્હાની તપાસ હોય પ્રદિપસિંહ જાડેજાએ પોતાની સૂઝબૂઝથી હંમેશા એક બાહોશ અધીકારી તરીકે કામગીરી કરી છે સાચા લોકોને મદદરૂપ થઈ તેમની કામગીરીથી જૂનાગઢવાસીઓમાં પોતાની અલગ છબી પ્રસ્થાપીત કરી છે. પ્રદિપસિંહ જાડેજાની સારી કામગીરી માટે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનીત કરાયા છે જે જૂનાગઢ પોલીસ માટે ગર્વ લેવાની વાત છે સમગ્ર ગુજરાતમાં કાર્યક્ષેત્ર ધરાવતા અગ્રણી સામાજીક સંગઠન મુસ્લિમ એક્તા મંચ દ્વારા પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયુ હતું. મુસ્લિમ એક્તા મંચ ગુજરાતના અધ્યક્ષ ઈમ્તીયાઝ પઠાણ દ્વારા પ્રદિપસિંહ જાડેજાને જૂનાગઢ પોલીસનું ગૌરવ ગણાવી શુભેચ્છાઓ સાથે સન્માનીત કરાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews