રીક્ષા ચોરીનાં ગુનામાં પકડાયેલ જામનગરનાં શખ્સે પોકેટ કોપ એપ્લિકેશનનાં માધ્યમથી વધુ ગુનાઓની કબૂલાત આપી

0

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.કે.વાજા, હે.કો. યુસુફભાઈ, રાજુભાઇ, પો.કો. વિપુલસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં રિક્ષા ચોરીના કેસમાં પકડાયેલ આરોપી વિરૂધ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો. તાજેતરમાં જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા ચોરીના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ આરોપી હરીશ પ્રતાપભાઈ ગોહેલ જાતે કારડીયા રાજપૂત ઉવ. ૪૮ રહે. ગુલાબનગર, જામનગરની ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે રીક્ષા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી હરીશ પ્રતાપભાઈ ગોહેલ જાતે કારડીયા રાજપૂત રહે. ગુલાબનગર, જામનગરની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં એક જ ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.કે.વાજા, હે.કો. યુસુફભાઈ, રાજુભાઇ, પો.કો. વિપુલસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી હરીશ પ્રતાપભાઈ ગોહેલ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી હરીશ પ્રતાપભાઈ ગોહેલ ૨૦૧૬ની સાલમાં જામનગર સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની રિક્ષા અડચણ રૂપ રાખાવાના તથા બેફિકરાઈથી વાહન ચલાવવાના એમ બે કેસમાં, ૨૦૧૯ની સાલમાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે બેફિકરાઈથી વાહન ચલાવવાના ૦૧ ગુન્હો મળી, કુલ ૦૩ ગુન્હાઓમાં પકડાયેલ આંતર જિલ્લા આરોપી હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. રીક્ષા ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી હરીશ પ્રતાપભાઈ ગોહેલ, કે જે તાજેતરમાં પણ જૂનાગઢ જિલ્લા, રાજકોટ રૂરલ, જામનગર અને ગીર સોમનાથ જિલ્લાના ૧૩ જેટલા રીક્ષા ચોરીના ગુન્હામાં તાજેતરમાં પકડાયેલ છે, તે પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચારેલાની કબૂલાત કરવામાં આવેલ છે. હાલમાં આરોપીને કોવિડ ૧૯ ટેસ્ટ કરાવી, અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!