જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ ૧૬૧ ઈંચ વરસાદ પડેલ છે. જૂનાગઢ જિલ્લાનાં માંગરોળમાં સૌથી ઓછો ૪પ ઈંચ જયારે વિસાવદરમાં મૌસમનો સૌથી વધુ ૭૬ ઈંચ વરસાદ પડયો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. જૂનાગઢ શહેર, ગ્રામ્ય અને જિલ્લામાં છેલ્લા એકાદ માસથી અવિરત વરસાદ વરસતો હતો અને ગત સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હાલ મેઘરાજાએ વિરામ લેતાં ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી છે. જાે કે, કેટલાક સ્થળે ભારે વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં કૃષી પાકમાં વ્યાપક નૂકશાની પણ થવા પામી છે. ચોમાસાની સિઝનમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પ૭.૩૬ ઈંચ, જૂનાગઢ શહેર, ગ્રામ્ય અને તાલુકામાં પ૪.૯૬ ઈંચ, ભેંસાણ પર.૪૪ ઈંચ, મેંદરડા પ૬.૪૮ ઈંચ, માંગરોળ ૪પ.૬૭ ઈંચ, માણાવદર પ૯.ર૦ ઈંચ, માળીયા હાટીના ૬ર.૭૬ ઈંચ, વંથલી પ૯.૮૦ ઈંચ અને વિસાવદર તાલુકામાં ૭પ.૮૪ ઈંચ વરસાદ નોંધાયો છે. અનરાધાર વરસાદને પગલે નદી, નાળા બે કાંઠે વહેવા લાગ્યા હતા જયારે જૂનાગઢ શહેર, જિલ્લાના ડેમો છલકાઈ ગયા છે. ભારે વરસાદથી અને પૂરના લીધે જૂનાગઢ જિલ્લામાં મગફળી, કપાસ, કઠોળ સહિતના ઉભા પાકને વ્યાપક નુકશાન પણ થયેલ છે ત્યારે કૃષિ વિભાગ તથા રેવન્યુ તંત્ર દ્વારા આ અંગે સર્વે કરી અને ખેડૂતોને કયારે વળતર આપવામાં આવશે તે તરફ ખેડૂતોની મીટ મંડાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews