ખાડા બુરવાથી કામ નહીં ચાલે, રસ્તા મજબુત બનાવવા પડશે : શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ

જુનાગઢ શહેરનાં બહુ ગવાયેલા રસ્તાઓ બાબતે ગઈકાલે જૂનાગઢ શહેર કોંગ્રેસ અમીત પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસ દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડાઓનું પુજન અને ઢોલ વગાડી અનોખો વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને સાથે જ રસ્તાઓના પ્રશ્ને બેદરકારી દાખવનારા જવાબદાર તંત્રને અલ્ટીમેટમ પણ આપી દીધું હતું. જાે રસ્તાઓ સારા કરવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલનનાં કાર્યક્રમો સાથે કોંગ્રેસ લડાયક મુડમાં હોવાનું જણાવ્યાનું તાત્કાલીક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. કોંગ્રેસ દ્વારા દાખવેલા વિરોધ પ્રદર્શનનો રેલો આવ્યો તેમ તાત્કાલીક અસરથી જૂનાગઢ શહેરનાં મોતીબાગ રોડ, રાયજીબાગ પુલ પાસેનો રોડ અને જે-જે રસ્તાઓ ઉપર ખાડા છે તેને બુરવાની કામગીરી યુધ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. દરમ્યાન મનપા તંત્ર દ્વારા ખાડા બુરવાની જે કામગીરી હાથ ધરી છે. ત્યારે આ અંગે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલે એવી પ્રતિક્રિયા આપી હતી. ખાલી ખાડા બુરવાની કામ નહીં ચાલે જૂનાગઢ શહેરની જનતાને રસ્તાઓની સંપુર્ણ સુવિધા આપવા માટે જૂનાગઢ શહેરનાં તમામ રસ્તાઓને ટકાઉ, મજબુત અને આયોજન બધ્ધ રીતે બનાવવાની માંગણી કરી છે. અને એટલું જ નહીં જાે રસ્તાઓનાં પ્રશ્ને કોઈ યોગ્ય ઉકેલ એટલે કે રસ્તાઓ સારા બનાવવાની કામગીરી નહીં કરવામાં આવે તો આંદોલન સહિતનાં કાર્યક્રમો આપશંુ અને જૂનાગઢ શહેરને સારા રસ્તાઓ મળી રહે જે માટે જયાં પણ જરૂર પડે ત્યાં રજૂઆત કરવામાં આવશે. અને આગામી તહેવારોનાં દિવસો દરમ્યાન જૂનાગઢ શહેરનાં રસ્તાઓ સુવિધાજનક બની જાય તેવા પ્રયાસો કોંગ્રેસ પક્ષના રહેવાના છે. અને આ બાબતે જવાબદાર તંત્ર તાત્કાલીક અસરથી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી પણ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!