ધોરાજી તાલુકાના તોરણીયા ગામના ખેડૂત ઉપર ગત વર્ષે અતિવૃષ્ટિ કમોસમીનો કહેર બાદમાં લોકડાઉન આવ્યું અને હવે ભારે વરસાદે તારાજી સર્જી છે. વીઘા દીઠ ખેડૂતો એ ૧૫ થી ૨૦ હજારનું ખર્ચ પણ કરી નાખ્યું અને પાક ઉપર વરસાદ જાણે કે મેઘ મહેર નહિ પણ મેઘ કહેર બનીને વરસી ગયો હોય એમ લાગે છે. એક બાદ એક આફતોનું સામનો કરી રહેલા ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો એક સાંધે ત્યારે તેર તુટે એવી સ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ લોકડાઉનની અંદરમાં ખેડૂતોને પૂરતા પોષણ ભાવના મળ્યાને હવે અનરાધાર આફત બની અને વરસેલો વરસાદ ખેડૂતો માટે વિઘન રૂપી બન્યો છે. ખેડૂત આગેવાન દિનેશ વોરાનું કહેવું છે કે ખરીફ પાકનું તો ધોવાણ થઈ ગયું પરંતુ હવે નવા પાકનું વાવેતર થઇ શકે એમ નથી અને સરકાર માત્ર સહાયની વાતો કરી રહી છે. ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં થયેલ થોડા દિવસ અગાઉ મેઘમહેર બાદ ખેતરોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે તોરણીયાના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા વિવિધ પાકો વાવેતર કરેલ હતું. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું અને ખેડૂતોએ કરેલું વાવેતર નિષ્ફળ ગયું ખેડૂતોએ વીઘા દીઠ ૨૦ થી ૨૫ હજાર રૂપિયા જેટલો ખર્ચ પણ કરી નાખ્યો પરંતુ થોડા દિવસ પહેલા પડેલા અનરાધાર વરસાદ મેઘ મહેર નહિ મેઘ કહેર સાબિત થઈ અને હજારો હેકટર જમીનની અંદરમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે અને પાક સદંતર નિષ્ફળ ગયો છે. ધોરાજી પંથકમાં મગફળીનું વાવેતર ૨૬ હજાર હેકટરમાં છે અને કપાસનું વાવેતર ૧૪ હજાર હેકટરમાં છે. સરકાર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે બાદમાં સાચો નુકસાનીનો આંકડો સામે આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews