રાજ્યમાં આ વર્ષે ભારે વરસાદ થતાં તેને લઈને વિવિધ વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે રાજ્ય સરકારે નુકસાન વેઠનાર ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ખેડૂતોને અનાવૃષ્ટિથી થયેલ નુકસાન અંગેના સર્વેની કામગીરી ૧પ દિવસમાં પૂર્ણ કરી દેવાનું જણાવતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા તમામ ખેડૂતોને સહાયનો લાભ મળશે. આ વર્ષે ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે. પરંતુ અનેક વિસ્તારોમા એટલો વરસાદ થયો છે કે જેનાથી ખેડૂતોનાં ઉભા પાકને ધોવાઇ ગયા છે. રાજ્યનાં કૃષિ મંત્રી આર. સી. ફફ્રદુએ જાહેરત કરી છે કે, રાજ્ય સરકારની ટીમો આગામી ૧૫ દિવસમાં એસડીઆરએફનાં ધારાધોરણો પ્રમાણે, ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને વળતર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અતિવૃષ્ટિના કારણે ખેતી પાકને ભારે નુકશાન થયું છે. અંદાજે ૬૦૦૦થી ૬૫૦૦ કરોડનું રાજ્ય સરકાર ખેડૂતોને નુકશાની પેટે પેકેજ જાહેર કરે તેવી પણ શક્યતાઓ ચર્ચાઇ રહી છે. આ સાથે કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, રાજ્યમાં આ વખતે ખૂબ સારો વરસાદ થયો છે. ખેડૂતોના બોર અને કૂવા પાણીથી ઉભરાયા છે. જોકે, બીજીતરફ ખરીફ પાકોના ખેતરમાં પણ પાણી ભરાઇ જવાને કારણે ખેડૂતોને ઘણું જ નુકશાન થયું છે. પરંતુ ભારે વરસાદથી ધરતી રિચાર્જ થઇ ગઇ છે. ખેડૂતો અત્યારે સંગ્રહ કરેલા પાણીનો ઉનાળુુ પાકમાં ઉપયોગ કરી શકશે. આવતા બે વર્ષ સુધી સારી રીતે ખેતી કરી શકાશે. રાજ્યમાં વરસાદ બંધ થયો છે તો હવે ખેડૂતો ખેતરમાં જઇ શકશે. આ સાથે સર્વે ટીમ પણ ખેતરોમાંથી પાણી ઉતરતા સર્વેની કામગીરી શરૂ કરશે અને આગામી ૧૫ દિવસોમાં સર્વેની કામગીરી પુરી કરી લેવામાં આવશે. કૃષિ પ્રધાને વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને કોઇ ગેરમાર્ગે દોરવતા હોય કે ખોટી વાતો કરતા હોય તો ખેડૂતો દોરવાશો નહીં. અમે આર્થિક રીતે મદદ કરીશું. આ પહેલા પણ જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ભાજપ સરકાર તેમની પડખે ઉભી રહી છે અને અત્યારે પણ જ્યારે ખેડૂતોને જરૂર છે. અમે તેમની પડખે ઉભા રહીશું. જિલ્લા પ્રમાણે જાેવામાં આવે તો અનેક જિલ્લા એવા છે જ્યાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત વરસાદને પગલે તેમનો પાક ધોવાયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews