રાજ્યમાં કોરોનાની ગતિ દિવસેને દિવસે ઘટવાને બદલે વધી રહી છે. ત્યારે કોરોનાના કેસોની ગતિ ઉપર બ્રેક લાગે તો જ લોકોની આર્થિક સ્થિતિમાં સુધારા આવશે. નહિતર કોરોનાને લીધે ઠપ થયેલા ધંધા-રોજગારથી લોકો આર્થિક સંકડામણમાં મૂકાઈ ગયા છે તો બીજી તરફ રાજ્યમાં અનલોક-૪માં વધુ છૂટછાટો આપી દેવાઈ છે તેની સામે કોરોનાના કેસો વધવાની પણ જાણે છૂટ મળી ગઈ હોય તેમ છેલ્લા બે દિવસથી ૧૩૦૦થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે પણ રાજ્યમાં વધુ ૧૩૦પ નવા કેસ સરકારી ચોપડે નોંધાયા છે જેમાં વધુ ૧ર લોકો કોરોના સામે લડતા-લડતા હારી ગયા છે તેની સામે ખુશીના સમાચાર એ છે કે, વધુ ૧૧૪૧ દર્દીઓ કોરોનાથી સાજા થઈ ગયા છે, આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૯૯ હજારને પાર કરી ગયા છે. વિગતવાર વાત કરીએ તો કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આજે રાજ્યમાં કોરાનાના ટેસ્ટ ઘટાડવા છતાં કેસમાં વધારો થયો છે આજે રાજ્યમાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતાં કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૩૦ ૫ોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૯૯,૦૫૦એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૨ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૦૪૮એ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર ૮૦.૭૨ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૭૪,૫૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૬, અમદાવાદ કોર્પોરેશન ૧૪૯, જામનગર કોર્પોરેશન ૧૨૫, રાજકોટ કોર્પોરેશન ૮૯, સુરત ૮૯, વડોદરા કોર્પોરેશન ૮૯, રાજકોટ ૫૪, વડોદરા ૩૬, પંચમહાલ ૩૪, ભાવનગર કોર્પોરેશન ૨૭, અમરેલી ૨૬, જામનગર ૨૫, મહેસાણા ૨૪, ભરૂચ ૨૩, ભાવનગર ૨૧, ગાંધીનગર ૨૧, અમદાવાદ ૨૦, મોરબી ૨૦, જુનાગઢ કોર્પોરેશન ૧૯, બનાસકાંઠા ૧૮, ગાંધીનગર કોર્પોરેશન ૧૭, કચ્છ ૧૭, દાહોદ ૧૫, ગીર સોમનાથ ૧૫, વલસાડ ૧૪, દેવભૂમિ દ્વારકા ૧૩, બોટાદ ૧૨, આણંદ ૧૧, જૂનાગઢ ૧૧, ખેડા ૧૦, નર્મદા ૧૦, તાપી ૧૦, છોટાઉદેપુર ૯, નવસારી ૯, પાટણ ૯, સાબરકાંઠા ૯, અરવલ્લી ૮, મહીસાગર ૮, સુરેન્દ્રનગર ૭, ડાંગ ૩, પોરબંદર ૩ કેસો મળી કુલ ૧૩૦૫ કેસો મળ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરત ૪, અમદાવાદ કોર્પોરેશન ૩, સુરત કોર્પોરેશન ૨, ગાંધીનગર ૧, ગાંધીનગર કોર્પોરેશન ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો, આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૨ લોકોનાં મોત નિપજ્યા છે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૦૪૮એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૮૦,૦૫૪ નાગરીકો સાજા થઈ ગયા છે ૩૦૪૮નાં મોત થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૫,૯૪૮ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૪ દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૫,૮૫૪ દર્દી સ્ટેબલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews