જૂનાગઢનાં ટીંબાવાડીનાં શખ્સને હદપાર કરાયો

0

ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા વધુ એક શખ્સને હદપાર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટીની સુચના અનવ્યે જૂનાગઢ ડિવીઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા સાગરભાઈ માધાભાઈ મિયાત્રા (ઉ.વ.ર૬) રહે.જૂનાગઢ વાળા વિરૂધ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરી અને જૂનાગઢ જીલ્લા પોલીસવડા દ્વારા સબડિવીઝનલ મેજીસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. અને ર૪-૮-ર૦ર૦નાં રોજ હદપારી હુકમ કરવામાં આવેલ અને દરમ્યાન આ શખ્સ પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો અને દરમ્યાન સી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.સબ. ઈન્સ. કે.એસ.ડાંગર તથા હે.કો. એમ.બી. મકવાણા, પો.કો.ભગવાનજી વાઢીયા, પો.કો. કરણસિંહ ઝણકાત તથા પો.કો.ગોવિંદભાઈ પરમાર, પો.કો. રોહીતભાઈ બોરખતરીયા તથા પો.કો. કૈલાશભાઈ જાેગીયા તથા પોલીસ સ્ટાફને ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે હદપારી વોરંટનો આરોપી સાગરભાઈ માધાભાઈ મિયાત્રા ટીંબાવાડી પટેલ સમાજ પાછળ હનુમાન મંદીર પાસે વાળો પોતાના ઘરે તેના પરિવારના સભ્યોને મળવા આવતો હોવાની હકિકત મળતા ટીંબાવાડી પટેલ સમાજ નજીક વોચમાં રહેતા સદર આરોપી મળી આવતા તા.ર-૯-ર૦ર૦ના રોજ હદપારી હુકમની બજવણી કરી રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!