ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઓફ ખંભાળિયા દ્વારા હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકોના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય એવા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માટે સંસ્થા દ્વારા ચાલું વરસાદે પણ સમાજસેવાનું આ કાર્ય અવિરત ચાલું રાખી, લોકોને વિનામૂલ્યે અપાતા સ્વાસ્થ્ય વર્ધક ઉકાળાના આ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ ચેરમેન બીનાબેન રત્નાકર દ્વારા પ્રોજેકટનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ સાથે લાયન્સ ક્લબના પ્રમુખ વિનુભાઈ બરછા, સેક્રેટરી મહેન્દ્રભાઈ જોશી, ધીરેનભાઈ બદીયાણી, શૈલેષભાઈ કાનાણી, શ્રધ્ધાબેન કાનાણી, રવિન્દ્રભાઈ ગોકાણી, પરેશ મહેતા, ભાવેશ વિઠલાણી, સંજય બરછા, મહેશ પાઉં, દિનેશ પોપટ, વિરાભાઈ ભાદરકા તથા સદસ્યોએ પ્રોજેક્ટ સફળ બનાવવા નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ સેવા કાર્યમાં આશરે તેર હજાર કપ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, આ સાથે માસ્કનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews