ધારાસભ્યો-મંત્રીઓ વગેરેના પગારમાં એક વર્ષ માટે કાપ : હવે વિધેયક લવાશે

0

કોરોનાની વૈશ્વિક મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ધારાસભ્યો-મંત્રીઓ વગેરેના મૂળ પગારમાં ૧ વર્ષ માટે ૩૦ ટકા કાપ મૂકવાનો અગાઉ રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. જે સંદર્ભે એપ્રિલમાં સરકાર દ્વારા વટહકુમ બહાર પાડી તેનો અમલ પણ શરૂ કરી દેવાયો હતો. ત્યારે હવે આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર મળનાર હોઈ તેમાં આ સંદર્ભે વિધેયક લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહમારી સંદર્ભે રાજ્ય સરકારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં વધુ એક ર્નિણય લીધો છે. ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકાનો જે કાપ મુક્્યો છે તે અંગેનું વિધાનસભા સત્રમાં વિધેયક લાવવામાં આવશે. આ અંગે સંસદીય રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પ્રવર્તમાન મૂળ પગારમાં ૧ એપ્રિલ થી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી એક વર્ષના સમયગાળા માટે ૩૦ ટકા કાપ મુકવાનો અગાઉ ર્નિણય કર્યો હતો. જે અંગે એપ્રિલ, ૨૦૨૦માં વટ હુકમ બહાર પાડી તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આગામી વિધાનસભા સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવશે. આ ર્નિણયથી પદાધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ઘટાડો થતા એક વર્ષના ગાળામાં અંદાજે રૂા. ૬ કરોડ ૨૭ લાખની બચત થશે. જે રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે. મંત્રીએ ઉમેર્યું કે કોરોના મહામારીના સંદર્ભમાં નાણાકીય ખર્ચમાં બચત થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકારે અનેકવિધ પગલા લીધા છે. ત્યારે કેટલાક ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા વ્યક્તિગત રીતે રાજ્ય સરકારને નાણાંકીય મદદ કરવા માટે તત્પરતા દર્શાવાયેલી હતી. આ અંગે એક સમાન નીતિ અખત્યાર કરવાના હેતુથી રાજ્ય સરકારે ધારાસભ્યો અને પદાધિકારીઓના મુળ પગારમાં ૩૦ ટકાનો કાપ મૂકવાની જાેગવાઇ કરતો વટહુકમ બહાર પાડી સંબંધિત કાયદાઓમાં સુધારો કરવાનો ર્નિણય કરી તેની અમલવારી શરૂ કરી છે. આ વટહુકમની જાેગવાઇઓ વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક સ્વરૂપે લાવવી જરૂરી હોઇ, મંત્રીમંડળની આજે મળેલી બેઠકમાં આ વિધેયક લાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આજ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે નિવૃત્ત કર્મચારીઓ/ અધિકારીઓને કરાર આધારિત નિમણૂંક આપવામાં આવી છે તેમને મળતા પગારમાં પણ ૩૦ ટકા કાપ એક વર્ષના સમયગાળા માટે મુકવાનો ર્નિણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!