જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. દરમ્યાન રાજકોટ ખાતે રહેતા અને ગાયક કલાકાર તથા લોકોની સેવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સરસ્વતીબેન હીરપરા (મો. ૯૭૧૨૯ ૬૬૩૬૨)ના ભાઈ ભાવેશભાઈ બારોટ રાજકોટ ખાતેથી કોઈને કહયા વગર નીકળી ગયા હતા. જે જૂનાગઢ આવ્યા હોવાની જાણ સરસ્વતીબેન હિરપરાએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવેલ હતી. ભાવેશભાઈ બારોટ કોઈ ટેન્શનના કારણે રાજકોટ ખાતે ઘરેથી નીકળી ગયા હોય, કોઈ અજુગતું પગલું ભરે એ પહેલા તાત્કાલિક તપાસ કરી શોધવા જરૂરી હોવાનું પણ જણાવેલ હતું.
સરસ્વતીબેન હીરપરાની જણાવેલ હકીકતની ગંભીરતા ધ્યાને લઇ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. સોલંકી, પીએસઆઇ એ.કે. પરમાર, સ્ટાફના પો.કો. પૃથ્વીરાજસિંહ, જયેશભાઇ, સહિતની ટીમ દ્વારા કાળવા ચોક, એસ.ટી., રેલવે, ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓ ઉપર સઘન તપાસ હાથ ધરતા ટેક્નિકલ સોર્સનાં આધારે મળેલ માહિતી આધારે રાજકોટથી ગુમ થનાર ભાવેશભાઈ બારોટ, એસટી સ્ટેન્ડની આજુબાજુ હોવાની માહિતી મળતા ત્યાં પહોંચી એસટી સ્ટેન્ડ ખાતે ડ્યુટી ઉપરના પો.કો. જયેશભાઇ મારફતે તપાસ કરાવતા, એસટી બસ સ્ટેન્ડ ખાતેથી રાજકોટના ભાવેશભાઈ બારોટ મળી આવેલ હતા. મળી આવેલ યુવાન ભાવેશભાઈ બારોટ, પોતાના પરિવારના સભ્યોને મળતા, લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને મળી આવેલ ભાવેશભાઈ બારોટના સ્વજનોએ જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરી, ગુમ થનારને શોધી કાઢતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, પરિવારજનોને પોતાના કુટુંબના સભ્યોના ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. ગુમ થયેલ યુવાન ભાવેશભાઈ બારોટ ઘર કંકાશના કારણે રાજકોટથી બસમાં શહેર છોડી, જૂનાગઢ આવી ગયેલ હતા. તેઓ ગઈકાલના જમ્યા ના હોય, જૂનાગઢ પોલીસ દ્વારા તેઓને જમાડી, પરિવારજનો આવતા, તેમનું જૂનાગઢ પોલીસ દ્વારા તેના પરિવારજનો સાથે મિલન કરાવેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews