જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. વી.યુ.સોલંકી, હે.કો. રોહિતભાઈ, ભગવાનજીભાઈ, પો.કો. સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં મારામારીના કેસમાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપી વિરૂધ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો. તાજેતરમાં જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોસ્ટ વોન્ટેડ આરોપી પુંજા દેવરાજ રબારીની સને ૨૦૧૬ના મારામારીના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીએ પોતાની સાથે આ ગુન્હામાં આરોપી સાયર ઉર્ફે સમીર મહમદ શેખ સામેલ હોવાની તથા જામનગર રહેતો હોવાની કબૂલાત કરેલ હતી. પરંતુ જામનગર ખાતે કયા રહે છે ? તે ચોક્કસ સરનામું નહીં જાણતો હોવાનું સી ડિવિઝન પોલીસને જણાવેલ હતું. સી ડિવિઝન ખાતે વોન્ટેડ આરોપી સાયર ઉર્ફે સમીર મહમદ શેખ બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. વી.યુ.સોલંકી, હે.કો. રોહિતભાઈ, ભગવાનજીભાઈ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી સાયર ઉર્ફે સમીર મહમદ શેખ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં વોન્ટેડ આરોપી સાયર ઉર્ફે સમીર મહમદ શેખ ૨૦૧૮ની સાલમાં જામનગર શહેર પંચકોશી
બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના એક કેસમાં પકડાયેલ હોવાની માહિતી અને તે વખતે તેણે પોતાનું સરનામું જામનગર, ગુલાબનગર, સાયરા ચોક લખાવેલ હોવાની વિગત પણ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. પોકેટ કોપ આધારે વોન્ટેડ આરોપી સાયર ઉર્ફે સમીર મહમદ શેખનું જામનગરનું સરનામું જૂનાગઢ પોલીસને મળતા, તાત્કાલિક જામનગર ખાતે પહોંચી તપાસ કરતા, આરોપી સાયર ઉર્ફે સમીર મહમદ શેખ રહે. ગુલાબનગર, જામનગર મળી આવેલ ન હતો. ઉપરાંત, પોકેટ કોપ એપ્લીકેશનનાં આધારે સર્ચ કરવામાં આવતા પકડાયેલ વોન્ટેડ આરોપી ભૂતકાળમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં અને જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન ખાતે ૨૦૧૫ માં પાસા ધારા અન્વયે પકડાયેલ હોવાની વિગતો ખુલવા પામેલ હતી. આમ, જૂનાગઢ પોલીસને પોકેટ કોપ એપ્લિકેશન આધારે નાસતા ફરતા વોન્ટેડ આરોપી સાયર ઉર્ફે સમીર મહમદ શેખ આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની વિગતો તથા ગુન્હાહિત ઇતિહાસ મળી આવેલ હતો તેમજ હાલમાં આરોપીનું કોઈ સરનામું ના હોય, પણ પોકેટ કોપ એપ્લિકેશન આધારે સરનામા સહિતની વિગતો જાણવા મળેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews