સોરઠની જીવાદોરી સમાન રોપ-વે યોજનાની કામગીરી અંતિમ તબકકામાં : ફાઈનલ વર્કનો પ્રારંભ

0

છેલ્લા ચાર દાયકા ઉપરાંતથી સોરઠ પંથકની જીવાદોરી સમાન રોપ-વે યોજનાની કામગીરી હવે અંતિમ તબકકામાં પ્રવેશી ચુકી છે. અને આગામી દિવસોમાં કામગીરી પુર્ણ થયા બાદ શુભ મુર્હુતે શુભ ચોખડીયે તેના ઉદઘાટન વિધી કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. રોપ-વે યોજનાને સાકાર કરવા માટે જાજા હાથ રળીયામણા એ મુજબ અનેક લોકોએ, સંસ્થાઓએ, સાધુ-સંતોએ, ધારાસભ્ય, સંસદસભ્ય, મનપા તંત્ર, પ્રજાના પ્રતિનિધિ પ્રવાસનમંત્રીશ્રી, પ્રવાસન વિભાગ, યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા સહિતનાં દ્વારા સતતને સતત જાગૃતિ દાખવી રોપ-વે યોજનાનું સપનું કયારે સાકાર થાય તે માટેનાં પ્રયાસો દિલથી કર્યા છે. અને આખરે દરેકની મહેનત અને રજુઆત રંગ લાવી છે.
રોપ-વે યોજનાની કામગીરી છેલ્લા તબકકામાં પ્રવેશી ચુકી છે. પાયાથી લઈ અને ટાવર સહિતની તમામ કામગીરી પુર્ણતાના તબકકે પહોંચી ગઈ છે. કોરોનાના આ સંક્રમતી કાળમાં અમુક પાબંદીનાં કારણે વિદેશમાંથી આવતા નિષ્ણાંત ઈજનેર અને ટેકનીકલ સ્ટાફ આવી ન શકવાને કારણે છેલ્લા તબકકાની કામગીરી બાકી હતી. ૧૦ થી ૧પ ટકા જેવી કામગીરી બાકી છે જે પણ હવે શરૂ થઈ ચુકી છે. ઉષા બ્રેકો કંપનીના જૂનાગઢ ગીરનાર રોપવે સાઈટનાં અધિકારી દિનેશસીંગ નેગીનાં જણાવ્યા અનુસાર તા.૧નાં રોજ ઈજનેરી ટીમ આવી ગયેલ છે અને હાલ ફાઈનલ વર્કની કામગીરી ચાલી રહી છે. ત્યારે એક થી દોઢ માસમાં આ કામગીરી પુરી થઈ જશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો અને અમારી ટીમ દ્વારા રોપ-વેની કામગીરી પુર્ણ કરવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!