વંથલી પીએસઆઈ, કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ, સુત્રાપાડામાં બેન્ક મેનેજરને કોરોના

0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગઈકાલે બુધવારે ૪પ વ્યકિતઓને કોરોના લાગુ પડયો છે જયારે બાવન દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૭૮૧ કેસ નોંધાયા છે. જૂનાગઢ જીલ્લાના કોરોના કેસની વાત કરીએ તો બુધવારે ૩૦ કેસ નોંધાયા છે જેમાંથી ૧૯ કેસ જૂનાગઢ સિટીના છે. જયારે જૂનાગઢ તાલુકાના ૩, માણાવદર અને મેંદરડા તાલુકાના ર-ર કેસ જયારે માંગરોળ, કેશોદ, વંથલી અને માળીયાહાટીના તાલુકામાં ૧-૧ કેસ નોંધાયા છે. જયારે ૪૧ દર્દી સ્વસ્થ થતા તેને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમ્યાન ગીર-સોમનાથમાં બુધવારે ૧પ નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે અને ૧૧ દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. બુધવારે આવેલા કોરોના પોઝિટીવ કેસમાં વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઓડેદરા પણ કોરોનાની ઝપટે ચડી ગયા છે. વંથલી પોલીસના કુલ ૧૧ કર્મીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. દરમ્યાન કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ બારૈયાને પણ કોરોના પોઝિટીવ આવ્યો હોય તેઓ હોમ કવોરન્ટાઈન થયા છે. આ ઉપરાંત સુત્રાપાડાની એસબીઆઈ બેંકના મેનેજરને પણ કોરોના પોઝિટીવ આવ્યા બાદ બેંકના અન્ય કર્મીઓના રીપોર્ટ કરાવવામાં આવ્યા છે. તેમજ બીલ્ડીંગને સેનેટાઈઝ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!