જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં ૧૬ર ટકા વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં ખેતીનો પાક નાશ પામ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પાક નુકશાનીનો સર્વે માટે ૧૬ ટીમો બનાવી છે. તેમાંય રાજકારણ ખેલાયું હોય તેવું સામે આવ્યું છે. પ્રથમ તબકકામાં ભાજપ નેતાઓના મત વિસ્તારો ગણાતા પાંચ તાલુકામાં સર્વે માટે ૧૬ ટીમો સર્વે કરશે. જયારે જયારે કોંગી નેતાઓના મત વિસ્તારો ગણાતા ચાર તાલુકાને હજુ બાકાત રાખવામાં આવ્યા છે. જૂનાગઢ જીલ્લામાં આવતીકાલથી પાક નુકશાનીનો સર્વે શરૂ થનાર છે. જેના માટે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા ૧૬ ટીમો બનાવી છે.
જેમાં ગ્રામસેવક, તલાટીમંત્રી, સરપંચ, ગામનો આગેવાન અને વિસ્તરણ અધિકારી સર્વેમાં જાેડાશે. અને નુકશાનીનો અંદાજ લગાવીને રીપોર્ટ તૈયાર કરશે. પ્રથમ તબકકામાં જીલ્લાના ભાજપના નેતાઓના મત વિસ્તાર ગણાતા કેશોદ, માંગરોળ, માણાવદર, વંથલી અને મેંદરડાને પસંદ કરવામાં આવ્યું છે. જયારે જીલ્લામાં જયાં સુધી વરસાદ પડયો છે તેવા કોંગી નેતાઓના મત વિસ્તારો ગણાતા તાલુકાને સર્વે માટે હાલ બાકાત રાખવામાં આવ્યું છે. વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ, માળિયામાં પછીના તબકકામાં સર્વે થનાર છે. જેને લઈને ખેડુતોમાં ભારે નારાજગી છે. ખેડુતોના પાક નુકશાનીના સર્વેમાં પણ રાજકારણ કરવામાં આવતા રોષ જાેવા મળી રહયો છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કેશોદ તાલુકામાં ૧૭૦ ટકા, જૂનાગઢ તાલુકામાં ૧૪૪ ટકા, ભેંસાણ તાલુકામાં ૧૯૦ ટકા, મેંદરડા તાલુકામાં ૧પ૧ ટકા, માંગરોળ ૧૩ર ટકા, માણાવદર તાલુકામાં ૧૮૪ ટકા, માળિયા તાલુકામાં ૧૬૪ ટકા, વંથલી તાલુકામાં ૧૬૪ ટકા અને વિસાવદર તાલુકામાં ૧૮૦ ટકા વરસાદ નોંધાયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews