જૂનાગઢમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા યુવા જાેડો યાત્રા કરવામાં આવી હતી. આ તકે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપે ભ્રષ્ટાચારની ગંદકી ફેલાવી છે ત્યારે આમ આદમી પાર્ટીમાં યુવાનોને જાેડાઈ અને આ ગંદકી સાફ કરવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૧પ૮ બેઠકો, તાલુકા પંચાયતની ૩૦ સીટ અને કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ઝંપ લાવશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન રૂપાવટીના સરપંચ, પૂર્વ તાલુકા યુવા ભાજપ પ્રમુખ, વિસાવદર, ભેસાણ તાલુકાના અનેક મિત્રો આમ આદમી પાર્ટીમા જાેડાતાં તેમનું ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતુ. કાર્યક્રમમાં કિશોરભાઈ દેસાઈ, નિમિષાબેન ખુંટ, અતુલભાઈ શેખડા, ભાવેશ કાતરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews