દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવેને લગત ખેડૂતોના પ્રશ્નો માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંસદસભ્ય પૂનમબેન માડમએ મીટીંગ યોજી ખેડૂતોના પ્રશ્નોના સુખદ ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપતા ખેૂતોએ રાહત અને હાશકારો અનુભવી સંસદસભ્ય પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કર્યો હતો. કુરંગા-દેવળીયા નેશનલ હાઇવે માટે, ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાઓના ખેડૂતોની સંપાદીત થતી જમીનના વળતરની વિસંગતતાઓ દૂર કરી, ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર, દ્વારકાના પ્રાંત અધિકારી , ડી.આઇ.એલ.આર., નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધીકારીઓ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમે તાકીદની વિસ્તાર પૂર્વકની બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયામાં કલેક્ટર કચેરી ખાતે યોજી હતી. તેમજ ગામવાર રજૂઆતો સાંભળી હતી અને આ પ્રશ્નોના ઝડપી નિરાકરણ લાવવા અધીકારીઓને સુચનાઓ આપી હતી. ખેડૂતોના હિતની આ બાબતે ખૂબજ ગંભીરતા લેવાતા ઉપસ્થિત બહોળી સંખ્યાના ગામોના સરપંચો, ખેડૂતો, આગેવાનો સૌએ સંસદસભ્ય પૂનમબેન માડમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews