જૂનાગઢ જીલ્લામાં સિઝનનો કુલ વરસાદ ૧.૬૧.૯૮ ટકા નોંધાયો

0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસ થયાં વરાપનું વાતાવરણ સર્જાયું હતું. અને આવા માહોલ વચ્ચે બપોર બાદ માળિયાહાટીના અને કેશોદ તાલુકામાં વરસાદ પડયો હતો. માળિયામાં દોઢ ઈંચ અને કેશોદમાં અડધો ઈંચ વરસાદ થયો હતો.
જૂનાગઢ જીલ્લામાં ગત સપ્તાહમાં ધોધમાર વરસાદ થયો હતો. જીલ્લામાં વરસાદ રહી ગયો હતો. વરસાદ બંધ થતા ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણ દિવસનાં વિરામ બાદ જીલ્લામાં ગુરૂવારે વાતાવરણમાં ફેરફાર થયો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ રહયું હતું. બપોર બાદ જીલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. બપોરનાં ર થી ૪ દરમ્યાન માળિયાહાટીનામાં અડધો ઈંચ વરસાદ થયો હતો. બાદ ૪ થી ૬ દરમ્યાન માળિયા અને કેશોદમાં વરસાદ થયો હતો. માળિયામાં એક ઈંચ વરસાદ પડી ગયો હતો. માળીયામાં ગુરૂવારે દોઢ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આ કેશોદમાં અડધો ઈંચ વરસાદ થયો હતો. જીલ્લામાં અન્યત્ર વિરામ રહી હતી. જૂનાગઢ જીલ્લામાં સિજનનો કુલ વરસાદ ૧૬૧.૯૮ ટકા થયો છે. માળિયામાં સિઝનનો કુલ વરસાદ ૧૬૪ ટકા વરસાદ થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!