કોંગ્રેસ વિરોધપક્ષાના નેતા પરેશ ધાનાણી જૂનાગઢ જીલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાકની સ્થિતિને ભારે નુકશાન પહોંચ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આજે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આવ્યા છે અને તેઓના પ્રવાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જીલ્લામાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારો પુરગ્રસ્ત બન્યા હતા.જે વિસ્તારોમાં પાકને પારાવાર નુકશાની પહોંચેલ છે. આવા અનેક સ્થળે આજે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મુલાકાત લેવામાં આવી રહીછે અને ખેડુતોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહેલ છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આજે સવારે ૯ કલાકે ખોખરડા ગામના ફાટકે પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યાંથી વંથલીના ટીનમસ ગામની મુલાકાત ત્યાંથી ૧૦.૧પ કલાકે કેશોદના બામણાસા ગામે ગયા હતાં. ૧૦.૪પ કલાકે સરોડ ગામની મુલાકાત લીધી હતી. ૧૧.૩૦ કલાકે અખોદર ગામની મુલાકાત લઈને ૧ર કલાકે બાલાગામ થઈને ગડુ જવા રવાના થયાં હતાં. આ વિસ્તારોમાં ઘેડ પંથકમાં ભારે વરસાદથી ખેતીના ધોવાણથી ખેડુતોને થયેલ નુકશાન અંગે તાગ મેળવશે. પુરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લઈ અને પરિસ્થિતિનો તાગ મેળવી અસરગ્રસ્ત ખેડુતોને તત્કાલ સહાય ચુકવવાની માંગણી કરવામાં આવનાર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!