જૂનાગઢ શહેરમાં ગઈકાલે સાંજે બનેલા દાણાપીઠ વિસ્તારમાં ગોપાલ ટ્રેડીંગ નામે પ્લાસ્ટીકનો વેપાર કરતા હિરેન તુલસીદાસ મંગનાથીને ત્યાં ૧૦ થી ૧પ જેટલા વ્યક્તિઓ ઘુસી આવ્યા હતા. તેઓ ગૌરક્ષાના નામે તપાસ કરવા અને તમો પ્રતિબંધિત પ્લાસ્ટીક વેંચો છો અને જેનાથી ગાયોના મોત થાય છે તેવી ધમાલ મચાવી હતી. આ દરમ્યાન કોઈએ વિશ્વ હિન્દુ પરિષદને જાણ કરવામાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદનાં હિરેન રૂપારેલીયા અને કાર્યકર્તાઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ બનાવ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકના વેંચાણ બાબતે ગઈકાલે રેડ કરતાં તેની સાથે લોકોનું ટોળું પણ જાેડાતાં હંગામો થયો હતો અને અંતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેંચાણ કરનારાઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગાયના પેટમાં જતા પ્લાસ્ટીકને લઈ જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીએ કેટલાક લોકો રજૂઆત કરવા ગયા હતા અને જૂનાગઢ મનપાની કચેરીમાં હંગામો મચાવ્યો હતો. આ તકે ગાયોના પેટમાંથી નીકળેલો પ્લાસ્ટીકનો કૂચો જૂનાગઢ મનપા કચેરીની લોબીમાં પાથરી દેવાયો હતો. આ ઘટના બાદ મનપાની ટીમ દાણાપીઠમાં પ્લાસ્ટીક કબ્જે કરવા નિકળી હતી. ત્યારે રજૂઆત કરવા આવેલા લોકો પણ તેમની સાથે જાેડાયા હતા અને પરાણે કેટલીક દુકાનોમાં ઘુસી રેડ પાડવા લાગ્યા હતા. લોકોની દરમ્યાનગીરી થતાં જૂનાગઢ મહાનગરપાલિકાના કર્મચારીઓ રેડની કામગીરી છોડી જતા રહ્યા હતા. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિરેન રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, દાણાપીઠમાંથી મને વેપારીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ગોરક્ષા દળના નામે અહીં કેટલાક લોકો દાદાગીરી કરી રહ્યા છે. અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે આ લોકો નાસી ગયા હતા. આ ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી ચૌધરી પીએસઆઇ મહેતા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે પોલીસે વેપારી અને વિશ્વ હિંદુ પરિષદની રજૂઆત સાંભળી અને કાયદેસરના પગલાં ભરવા પણ ખાતરી આપી હતી. વધુમાં વિશ્વ હિન્દુ પરિષદના આક્ષેપો એવા હતા કે, મહાનગરપાલિકાની ટીમને મોરો બનાવી અને ગૌરક્ષાને નામે દુકાનદારો સામે દાદાગીરી કરવામાં આવી રહી છે તે માટે ગૌરક્ષકોને રોકવામાં આવ્યા ત્યારે બોલાચાલીના દ્રષ્યો પણ સર્જાયા હતા. અંતે મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રતિબંધ પ્લાસ્ટિક રાખનાર દુકાનદારો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews