વિસાવદર તાલુકાનાં વિરપુર ગામે રમેશભાઈ વિઠલભાઈ વોરા અને ઉ.વ.૪રએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામના ઉદયભાઈ દીપુભાઈ શેખવા રહે.વિરપુર (શેખવા) સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના ફરીયાદીના દિકરા પ્રતિકએ આ કામના આરોપી વિરૂધ્ધ માર મારવાનો તથા ધાક ધમકી આપવા બાબતે ફરીયાદ કરેલ હોય જે બાબતના જુના મનદુઃખના કારણે આ કામના આરોપીએ ફરીયાદીનો કાઠલો પકડી ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરીયાદ નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે. જયારે આ બનાવ અંગે સામા પક્ષે ઉદયભાઈ દીપુભાઈ શેખવા (ઉ.વ.ર૭) રહે.વિરપુરવાળાએ આ કામનાં આરોપી રમેશ વિઠલભાઈ વોરા રહે.વિરપુર વાળા સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના ભાઈ મલાયભાઈને આ કામના આરોપીના છોકરા સાથે છ એક માસ પહેલા બોલાચાલી થયેલ હતી. જે બાબતનું મનદુઃખ રાખી ફરીયાદી પોતાની મોટર સાયકલ લઈ વાડીના કેડે પસાર થતા હતાં અને એકલા હોય જે લાભ લઈ આ કામના આરોપીએ ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપવા લાગેલ અને ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ તેની પાસે રહેલ છરીથી ફરીયાદીને ડાબા હાથમાં ઈજા પહોંચાડેલ અને ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.