Monday, January 18

અમરાપુર ગામે વનવિભાગની ગાડીએ અકસ્માત સર્જયો

માળીયાહાટીના તાલુકાના અમરાપુર ગામે વનવિભાગની ગાડી બેફીકરાઈથી ચલાવી મોટરસાયકલ ચાલકને અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે માળીયાહાટીના પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તા. ૩ સપ્ટેમ્બરના રોજ માળીયા સાસણ રોડ અમરાપુર ગામે વનવિભાગની સફેદ બોલેરો ગાડીના ચાલકે સમીર નથુભાઈ મારૂની મોટરસાયકલ નંબર જીજે ૧૧ બીજી ૨૭ ૮૦ને અડફેટે લેતા માથાના ભાગે તથા શરીરે ઇજાગ્રસ્ત કર્યાની નોંધાયેલી પોલીસ ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!