કોરોના મહામારીને લીધે ગત માર્ચ મહિનાથી લોકડાઉન, કર્ફયુ, પાન-માવાની દુકાનો ખોલવા ઉપર નિયંત્રણને લીધે અનેક સંકટોથી પાન-માવાના બંધાણીઓ કફોડી મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ આફતમાંથી તેઓને મુશ્કેલી એ હતી કે ત્યારે પાન કે માવો મળવો દુર્લભ હતું. આવા સંકટમાં વ્યસનીઓને આઈડીયા સુઝયો કે તમાકુ, ચુનાનું પાઉચ અને સોપારીને મીકસ કરી ઘરેજ માવો બનાવીએ તો આ મુશ્કેલીમાંથી હલ થઈ શકે. આમ મુશ્કેલીએ સર્જેલો આત્મનિર્ભર હજુ પણ બંધાણીઓએ ચાલુ જ રાખ્યું છે. કારણ કે પાનની દુકાને રૂા.૧પનો માવો મળે છે અને ઘરે સોપારી અને તમાકુનો ડબ્બો, ચુનો ખરીદી માવો બનાવીએ તો તે માવો માત્ર ૭ રૂપિયામાં જ પડે છે. આ બંધાણીઓની રકમની બચત થઈ અને બજારૂ માવા કરતા ગુણવત્તાયુકત સોપારી કે તમાકુ વાપરી શકાય છે. આને કારણે હવે પાનની દુકાનોમાં માવાની ભીડ ઓછી થતી જાેવા મળે છે. અને હોમ મેઈક માવાનું ચલણ વધ્યું છે. જેમ ન્યુટ્રને વૃક્ષ ઉપરથી સફરજન પડતું જાેતા ગુરૂત્વાકર્ષણનો સિધ્ધાંત શોધાયો હતો તેમ લોકડાઉનની મુશ્કેલીએ પાન-માવાના બંધાણીઓએ ઘર બનાવટના માવાની શોધ કરી લીધી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews