રાજ્યની જેલોમાં શિક્ષિત કેદીઓની સંખ્યા નોંધપાત્ર : ર૬૮ કેદીઓ તો ગ્રેજ્યુએટ

0

રાજ્યની જેલોમાં રહેલા કેદીઓની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કોઈ કેદી ગ્રેજ્યુએટ છે તો કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટ, એન્જિનિયર છે. આમ ગુજરાતની જેલોમાં શિક્ષિત કેદીઓની સંખ્યા નોંધપાત્ર જાેવા મળી રહી છે. રાજ્યની જેલોમાં ર૬૮ કેદીઓ ગ્રેજ્યુએટ અને ૧૦૮ કેદીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ હોવાનું એક રિપોર્ટમાં બહાર આવ્યું છે. વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં હત્યા, ચોરી, લૂંટ તેમજ દુષ્કર્મ સહિતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે રાજ્યની અલગ-અલગ જેલોમાં આ પ્રકારની ઘટનાને અંજામ આપનાર કેદીઓ પોતાની સજા કાપી રહ્યા છે. ત્યારે નેશનલ ક્રાઈમ બ્યૂરોએ ૨૦૧૯માં જાહેર કરેલા આંકડા અનુસાર, રાજ્યની જેલોમાં બંધ કુલ કેદીઓમાં ગ્રેજ્યુએટ, એન્જિનિયર, તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ સહિતના ભણેલા આરોપીઓ સામેલ છે. જેઓ કોઇને કોઈ ગુનાને કારણે હાલ જેલની સજા ભોગવી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના એક રિપોર્ટ મુજબ, ગુજરાતની જેલમાં અભણ કરતા શિક્ષિત કેદીઓની સંખ્યા વધારે છે. ગ્રેજ્યુએટ, એન્જિનિયર, પોસ્ટ ગ્રેજ્યુએટ સહિતના કેદીઓ અલગ-અગલ ગુનાની સજા ભોગવી રહ્યા છે. રાજ્યની જેલોમાં ૨૬૮ કેદીઓ એવા છે જેઓ ગ્રેજ્યુએટ છે તેમજ ૧૦૮ કેદીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ચૂક્્યા છે. સાથે જ ૯૭૯૯ કેદીઓ અડંર ટ્રાયલ છે. ત્યારબાદ ૫૧૭૯ કેદીઓ ધોરણ ૧૦થી ઓછું ભણેલા છે. સાથે જ ધોરણ ૧૦થી વધુ અને ગ્રેજ્યુએશનથી ઓછું ભણેલા હોય એવા ૧૬૩૧ કેદીઓ જેલમાં છે. ૧૫૦ જેટલા ટેક્નિક્લ ડિગ્રી-ડિપ્લોમા કેદીઓ છે. ગુજરાતની જેલોમાં અત્યારે કેદીઓને શિક્ષણ મેળવે તે માટે ઓપન યુનિવર્સિટી સાથે વિવિધ અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવી રહ્યાં છે જેના કારણે ઘણાં કેદીઓએ જેલમાં રહીને ડિગ્રી મેળવી હોય તેવાય કિસ્સા છે. દર વર્ષે નિયમિતપણે આ યુનિવર્સિટીની પરિક્ષાઓ યોજવામાં આવે છે અને કેદીઓ પરીક્ષામાં ભાગ લે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!