લ્યો બોલો ! ‘ફી’ મામલે સરકાર હાઈકોર્ટના શરણે વલણ સ્પષ્ટ કરવા હાઈકોર્ટનો સંચાલકોને આદેશ

0

કોરોના કાળમાં લોકડાઉનના સમયથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે માત્ર ઓનલાઈન શિક્ષણ અપાય છે ત્યારે ઘણા સમયથી ‘ફી’ મામલે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી માફ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટે રદ કરી દીધો પણ શાળા સંચાલકોને વિદ્યાર્થીઓને રાહત આપવા કહ્યું છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને શાળા સંચાલકોને રાહતની ફોમ્ર્યુલા નક્કી કરવા કહ્યું હતું પણ શાળા સંચાલકો કોઈ રાહત આપવા તૈયાર નથી એવી રાજ્ય સરકારે રજૂઆત કરતાં કોર્ટે એક અઠવાડિયામાં ખુલાસો કરવા શાળા સંચાલકોને આદેશ આપ્યો છે. હવે આવતા શુક્રવારે આ કેસમાં સુનાવણી થશે. ખાનગી સ્કૂલોની ફી માફ કરવાના મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમ્યાન રાજ્ય સરકારે રજૂઆત કરી કે, શાળા સંચાલકો સમાધાન માટે તૈયાર નથી. આ સંજાેગોમાં કોર્ટ જરૂરી નિર્દેશ આપે એવી સરકારની માંગ હતી. હાઈકોર્ટે શાળા સંચાલકોને આ અરજીના પગલે હુકમ કર્યો છે કે, સરકારની અરજીના જવાબમાં શાળા સંચાલકો પોતાનું વલણ સ્પષ્ટ કરે અને જે પણ જવાબ આપવાનો હોય એ એફિડેવિટ કરીને આપે. કોર્ટે સુનાવણી આવતા શુક્રવાર ઉપર નિયત કરીને ત્યાં સુધીમાં શાળા સંચાલકોને ખુલાસો કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ પહેલા વ્યાપક હિતમાં ખુલ્લા મન અને ખુલ્લા હૃદયથી સમાધાનકારી વલણથી વાટાઘાટો કરવા સરકાર અને શાળા સંચાલકોને ટકોર કરી હતી પણ સમાધાનની વાટાઘાટો સફળ નહીં થતાં સરકારે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!