જૂનાગઢ, ગોલાધર, માંગરોળમાંથી ૧૬ જુગારી ઝડપાયા

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. ભગવાનજીભાઈ ભીખાભાઈ અને સ્ટાફે બીલનાથપરા વિસ્તારમાં જુગાર અંગે રેડ પાડતાં વિનોદ ભરડા, કાળુ ચાવડા, નરેન્દ્ર લીંબડ, યોગેશ ભરડા, મોહન દલસાણીયાને રોકડ રૂા. ૭૦૬૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે જૂનાગઢ તાલુકા પોલીસનાં પો.કો. લખમણભાઈ ભાયાભાઈ અને સ્ટાફે ગોલાધર ગામે જુગાર અંગે રેડ પાડતાં પાંચ શખ્સોને રોકડ રૂા. ૧૬પ૩૦, મોબાઈલ-૪, મોટર સાયકલ-૬ મળી કુલ રૂા. ૧,૬ર,૦૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે માંગરોળનાં એએસઆઈ એન.આર. વાઢેર અને સ્ટાફે માંગરોળનાં સોલવાવ ઉસ્માન મસ્જીદ પાસે જુગાર અંગે રેડ પાડતાં ૬ શખ્સોને રોકડ રૂા. ૧૦૭પ૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર યુનુસ કાજીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!