૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવાય છે ત્યારે જોગાનુજોગ નયના મેડમની ચોથી પુણ્યતિથિ પણ આ જ દિવસે છે. નયનામેડમે ૧૯૭૪માં સોરઠ લોહાણા કેળવણી મંડળની સ્થાપના કરી ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી. ઉપરાંત શારદા વિનય મંદિર (સરકાર માન્ય) પ્રાથમિક શાળાના સફળ સંચાલિકા તરીકે જવાબદારી નીભાવી હતી, અને બાળકો અને વાલીઓનો પ્રેમ સંપાદન કર્યો હતો બાળકોનો શૈક્ષણિક પ્રવાસ વિનામૂલ્યે કરાવતા હતા અને ભોજન ખર્ચ પણ પોતે જ ઉપાડતા હતા નયનામેડમ નારીશક્તિ સંસ્થાન આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણન્ની આજે પાંચમી સપ્ટેમ્બરે જન્મજયંતી છે. તેમની પુણ્યસ્મૃતિમાં સમગ્ર ભારતમાં આ દિન શિક્ષકદિન તરીકે ઉજવાય છે,તો આ પાવન દિવસે ડોક્ટર રાધાકૃષ્ણન ને કોટીકોટી વંદન. તેમજ જેમનાં સત્કર્મોની સ્મૃતિ ચિરંજીવ રહે એવા શુભ હેતુથી હૃદયસ્થ નયનામેડમની સ્મૃતિમાં આજે એક વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવેલ છે જેનો વિષય ‘હું શિક્ષણમંત્રી હોઉં તો’ રાખવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જોગાનુજોગ આ જ દિવસે નયનામેડમની ચોથી માસીક પુણ્યતિથિ પણ છે. આ વર્કતૃત્વ સ્પર્ધામાં સમય મર્યાદા ચાર મિનિટ, સ્પષ્ટ ઉચ્ચાર સાથે સંભળાય તે રીતે ઓડિયો તૈયાર કરી આજે આ ગૃપમાં મૂકવાનો રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ પાંચ ક્રમે વિજેતા થનારા સ્પર્ધકોને જયેન્દ્રભાઈ જોબનપુત્રા તરફથી પુરસ્કૃત કરવામાં આવશે. સમગ્ર સ્પર્ધાના પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રચેતાબેન વોરા, પ્રમુખ સાધનાબેન ર્નિમળ, મંત્રી ચેતનાબેન પંડ્યા છે તેમ જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews