જૂનાગઢ વોર્ડ નં.૧પ નાં રહેવાસીઓનો પ્રાથમિક સુવિધાના પ્રશ્ને કોર્પોરેશન ખાતે હોબાળો

0

જૂનાગઢ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં લાઈટ-પાણી, રસ્તા સહીતના પ્રશ્ને લોકો સતત પીડીત બની રહ્યા છે. સત્તાધીશોના અનેકવાર કાન આમળવા છતાં પણ જૂનાગઢ મનપાનું નિંભર તંત્ર ધ્યાન દેતું નથી તેવી જૂનાગઢ વાસીઓની ફરીયાદ છે. શાસકપક્ષ કે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ પણ લોકોને પૂરતી સુવિધા આપી શકવામાં સક્ષમ નથી તેવું તો હવે લગભગ સ્વીકાર્ય બન્યું છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી સુધી અનેક ફરીયાદો આ શહેરના લોકોએ, આગેવાનોએ રજૂ કરી છે અને કોર્પોરેશન તંત્ર લોકોની સુખાકારીના યોગ્ય પગલા ભરે તેવી બુલંદ માંગણી પણ કરવામાં આવી છે પરંતુ આજ સુધી કોઈ જાતનું સુખ મનપાનું આ નિંભર તંત્ર લોકોને આપી શકયું નથી. ખાડાવાળા રસ્તાની સમસ્યા તો એટલે હદે વકરી ગઈ છે કે, જૂનાગઢના કોઈપણ મુખ્ય માર્ગો ઉપરથી પસાર થવું એટલે કાટાની પથારીમાંથી પસાર થવા જેવી હાલત છે. હવે તો જૂનાગઢના નાના ૧૦ વર્ષના બાળકો પણ રોડ-રસ્તા, ગંદકી, શૌચાલય જેવા પ્રશ્ને પ્રજાને વધુ જાગૃત બનાવી રહેલ છે. આ દરમ્યાન ગઈકાલે જૂનાગઢ મનપાના વોર્ડ નં.૧પના રહેવાસીઓ મોટી સંખ્યામાં કોર્પોરેશને દોડી આવ્યા હતા. વિવિધ પ્રશ્નોને લઈને તેઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી. એટલું જ નહી રસ્તા ખરાબ હોવાને લઈને પોતાની સાથે પથ્થરો પણ લાવ્યા હતા સાથે વિવિધ અણઉકેલ પ્રશ્નો અંગેના બેનરો પણ લગાવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પ્રાર્થમિક સુવિધાના પ્રશ્ને દિવસ પાંચમાં ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપી હતી. દરમ્યાન કોર્પોરેશના જવાબદાર અધિકારી ચેમ્બર છોડીને જતા રહ્યા હોવાની પણ ફરીયાદ ઉઠી હતી.
આ દરમ્યાન વોર્ડ નં.૧પ ના રહેવાસીઓએ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને ધારાસભ્ય ભીખાભાઈ જાેષી તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલને રજૂઆત કરી હતી. ધર્મેશભાઈ પરમાર તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૧પ ના લોકોની સમસ્યાને ઉકેલવાની ખાત્રી ધારાસભ્ય ભિખાભાઈ જાેષીએ આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!