કચ્છમાં આઈશ્રી સોનલ વિસામો-આઈશ્રી સોનલ ઈન્સ્ટીટયુટનો થયેલ પ્રારંભ

0

ગાંધીધામ-કચ્છ ખાતે ચારણ(ગઢવી) સમાજની સેવામાં આઈશ્રી સોનલ વિસામો તેમજ આઈશ્રી સોનલ ઈન્સ્ટીટયુટની આઈશ્રી દેવલ મા તથા સમાજનાં આગેવાનોનાં વરદ હસ્તે શુભ શરૂઆત કરવામાં આવેલ છે. સ્ટર્લિંગ હોસ્પિટલ, ગાંધીધામ ખાતે સારવાર માટે આવતા જ્ઞાતિજનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા તેમજ યુપીએસસી તથા જીપીએસસી વિગેરે પરીક્ષાઓની તૈયારી કરવા માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી સમાજનાં વિદ્યાર્થીઓ તેમજ સારવાર માટે આવતા બંધુઓ આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવેલ છે. ચારણ(ગઢવી) સમાજનીા સેવામાં ગાંધીધામ મધ્યે આઈશ્રી સોનલ વિસામો તેમજ આઈ શ્રી સોનલ ઈન્સ્ટીટયુટનો આઈ શ્રી દેવલમાં(વેરાવળ) તેમજ સમાજનાં આગેવાનો દ્વારા તા.૩-૯-ર૦નાં રોજ સેવા સંકલ્પનો મંગલ પ્રારંભ કચ્છ ચારણ(ગઢવી) સમાજ માટે આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે ખુટતી કડી જાેડવાનાં નમ્ર પ્રયાસરૂપ ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા આપણા સમાજનાં સ્વજનો જ્ઞાતિબંધુઓ માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કાયમ માટે કરવાનો એક નમ્ર પ્રયાસ કરાયેલ છે. તેમજ એકવીસમી સદીએ જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે ત્યારે સમાનાં ભાવી માટે જીપીએસસી અને યુપીએસસીની સમયાંતરે આવતી વિવિધ પરીક્ષાની તૈયારી કરવા માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી સમાજનાં વ્હાલા વિદ્યાર્થીઓ આ સેવાનો વધુમાં વધુ લાભ પ્રાપ્ત કરે એવી અપીલ કરાયેલ છે. આ સામાજીક કામનો મંગલ પ્રારંભ ગાંધીધામ ખાતે આઈ દેવલમાં તેમજ સમાજનાં આગેવાનો જબરદાનજી ગઢવી, પાલુભા ગઢવી, વરજાંગભાઈ ગઢવી, એસ.એસ.ગઢવી, રાજભા ગઢવી, શિવરાજ ગઢવી, મહદાન ગઢવી, સાત્વિકદાન ગઢવી, વિપુલદાન ગઢવી, જીતુભા પી. ગઢવી, નાગાજણ ગઢવી, વેલુભા ગઢવી, હરદાસભાઈ ગઢવી, ગોવિંદભા પી. ગઢવી, નારણભા એચ. ગઢવી, મયુરભા ગઢવી, મનુભા ગઢવી વગેરે સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આઈશ્રી સોનલ વિસામો અને આઈશ્રી સોનલ ઈન્સ્ટીટયુટ ગાંધીધામ કચ્છમાં સ્ટર્લિંગ હોસ્પિટટલની બાજુમાં પ્લોટ નં.ર૦૧, વોર્ડ નં.૧૦એ, ટેનામેન્ટ ૬માં આવેલ છે. આયોજક તેમજ વ્યવસ્થાપક મોમાયાભા ગઢવી મો.૯૮રપ૩૬૮૧૭૭, રાજભા ગઢવી મો.૯૮રપ૩૬૮૧૭૭ ઉપર સંપર્ક કરી શકાશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!