સિંહ દર્શનનો લ્હાવો હવે પ્રવાસીઓને પ્રાપ્ત થશે : ગીરનું સફારી પાર્ક ઓકટોબરમાં ખોલવા મંજુરી

0

કોરોના મહામારીનાં સંક્રમણકાળમાં લોકોને અનેક પ્રકારની પાબંદી તકેદારી રાખવી પડતી હોય છે. અને કોરોના સાથે જીવવાનું છે તેવા માનસીક સજજ બની ધીમે- ધીમે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા સંપુર્ણ તકેદારી સાથે જનજીવનને થાળે પાડવાના પ્રયાસો સાથે લોકડાઉનમાં પ્રતિબંધ મુકાયેલા જુદા-જુદા વિભાગોને પુર્નઃ ખોલી નાખવાની મંજુરી અપાઈ છે. ગઈકાલે જારી કરેલા આદેશ અનુસાર આગામી ૧લી ઓકટોબરથી સાસણ સફારી પાર્ક અને પ્રાણી સંગ્રહાલયોને ખુલ્લા રાખવાની મંજુરી આપી દેતા પ્રવાસી જનતા માટે આ વિષેશ સ્થળોની મુલાકાત શકય બનશે.
ગુજરાતમાં કોરોના મહામારીને લઈને લોકડાઉનથી બંધ કરાયેલ સફારી પાર્ક, પ્રાણી સંગ્રહાલયો, અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉધાનો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતાં. હવે સરકાર ગઈકાલે બહાર પાડેલ પરિપત્ર મુજબ ૧ લી ઓકટોમ્બરથી પાડેલ પરિપત્ર મુજબ ૧ લી ઓકટોમ્બરથી સાસણ સફારી પાર્ક અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટના પ્રાણી સંગ્રહાલયો ખોલવા માટે મંજુરી આપી છે. જયારે ૧પ ઓકટોમ્બરથી અભ્યારણ્ય, રાષ્ટ્રીય ઉધાનો પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના વન વિભાગના પરિપત્રમાં જણાવ્યા મુજબ સાસણ સફારી પાર્ક, પ્રાણી સંગ્રહાલયો, અભ્યારણ્ય, રાષ્ટ્રીય ઉધાનો પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ચોકકસ શરતો અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટી અને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હીની માર્ગદર્શિકા સહિતને આધીન વન્ય પાર્કો ચાલુ કરવા મંજુરી આપવામાં આવી છે. જે અંગે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટના પ્રાણી સંગ્રહાલયોને પણ જાણ કરવામાં આવી છે.
દેશ-વિદેશના પર્યટકોથી ઉભરાયેલા રહેતા સાસણમાં ફરી ધમધમાટ જાેવા મળશે. કારણ કે કોરોના કાળને લઈને લોકડાઉનથી સાસણ સફારી પાર્ક, દેવળીયા પાર્ક બંધ કરવામાં આવ્યા હતાં. બાદમાં હાલ ચોમાસાને લઈને
૧પ ઓકટોમ્બર સુધી સિંહોનું વેકેશન પણ ચાલી રહયું છે. ત્યારે સાસણ સફારી પાર્ક પણ શરૂ કરવામાં રાજય સરકારે નિર્ણય લીધો છે. વન વિભાગ દ્વારા તેમાં કેટલા પર્યટકોને એન્ટ્રી આપવી, કયાં નિયમોનું પાલન કરવાનું રહેશે તે નવી ગાઈડ લાઈન તૈયાર કરીને ઓનલાઈન બુકિંગ સીસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. પહેલા એક જીપ્સીમાં ૬ પર્યટકો, એક ગાઈડ, એક ડ્રાઈવરને મંજુરી મળતી હતી. હવે નવા નિયમાનુસાર શું શંુ પગલા લેવામાં આવ્યા છે તે હવે પછી માર્ગદર્શીકા જાહેર કરવામાં આવશે. સાસણ સફારી પાર્ક શરૂ થવાના સમાચારને લઈને સાસણ ફરી ધમધમતું થશે, હોટલો, રીસોર્ટ અને વેપાર-ધંધાને વેગ મળશે જેનાથી હોટેલ માલિકોને ખુશી જાેવા મળી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!