જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે ત્યારે આરોગ્ય વિભાગે સેનીટાઈઝેશન, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતની આરોગ્ય વિષયક કાળજી લેવા લોકોને અપીલ કરેલ છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે વધુ ર૯ કેસ કોરોનાના નોંધાયા હતા જેમાં જૂનાગઢ શહેરના ૧૬, જૂનાગઢ ગ્રામ્ય ૩, કેશોદ-ર, ભેસાણ, માળીયા, માંગરોળ, વંથલીમાં ૧-૧ કેસ અને વિસાવદરમાં ૩ કેસ કોરોનાના નોંધાયા છે. જયારે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઈટ શાખાના કર્મચારી અરવિંદભાઈ નવતમભાઈ ભટ્ટનું કોરોનાની સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મૃત્યું થયું છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ર૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧૮ર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે જેના ૧૮૬૮ ઘરોમાં ૬૯૧૦ લોકો વસવાટ કરી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews