જૂનાગઢના રસ્તાઓ બન્યા અકસ્માતનું એ.પી.સેન્ટર

ચોમાસુ તેની સીઝન પ્રમાણે આવતું જ હોય છે. પરંતુ આ ચોમાસા દરમ્યાન ટકાઉ, અને મજબુત અને સારી વસ્તુ તુટી જાય એવું કયારેય બનતું નથી. હા જાે કયારેક કુદરતી આફત આવેતો નુકશાન થાય છે. જેમકે અતિવૃષ્ટિને કારણે હાલ ખેડુતોના પાકનું ધોવાણ થયું છે. તે નરી હકિકત છે. પરંતુ જૂનાગઢ શહેરના રસ્તાઓ ચોમાસુ હોય કે ન હોય કોઈ દિવસ સારા રસ્તા બન્યા હોય તેવું આ શહેરનાં શાંત સમજુ અને શાણા નાગરીકોએ કયારેય અનુભવ્યું નથી. છેલ્લા ત્રણ દિવસ થયાં વરસાદનાં વિસામા બાદ વરાપ નીકળ્યો છે. વરસાદે પોરો ખાધો છે. કોર્પોરેશન તંત્ર હજુ રસ્તાઓને સારી રીતે સમારકામ કરવાની તત્પર ન હોય તેવું લાગે છે. જૂનાગઢ શહેરનાં વિવિધ રાજમાર્ગો ઉપર જાેઈએ તો રેલવે સ્ટેશન ચોકથી ગાંધીચોકથી આગળ જતા વૈભવ ફાટક, બસ સ્ટેશન, સરદારબાગ, રાયજીબાગ, મોતીબાગ, કોલેજ રોડ, કાળવાચોક, જયશ્રીરોડ, એમ.જી.રોડ, જવાહરરોડ, ચીતાખાના ચોક, કોર્ટ બિલ્ડીંગ, મજેવડી દરવાજા, દોલતપરા સહિતનાં કોઈ રાજમાર્ગ એવા નથી જયાં વાહન ચાલકોને તકલીફ પડી ન હોય આ ઉપરાંત કાળવાચોકથી ભુતનાથ, મોતીબાગ, ટીંબાવાડી, મધુરમ, વંથલી અને બાયપાસ સહિતનાં રસ્તાઓમાં ભારે ખાડાઓનાં કારણે વાહન ચાલકોને અતિશય મુશ્કેલી ઉભા થઈ રહી છે. આ શહેરમાં એવી એકપણ જગ્યા નથી કે લોકો શાંતિથી વાહન ચલાવી અને શહેરને એક આંટો મારી શકે. કારણ કે જયાં જુઓ ત્યાં ખાડા ખાડા અને ખાડા આવી પરિસ્થિતિમાં બાઈક ચાલકોનાં વાહન લસરી જવા નાના-મોટા વાહનો ખાડામાં ધસી જવાં અને અકસ્માત સતત થતો જ રહયો છે. મધુરમથી વંથલી જતાં રોડ ઉપર વાહન ખુંપી જવાનાં રોજ જે બનાવ બને છે. ધુળની ડમરીઓ રસ્તા ઉપર ઉડે છે, ધુળથી લોકોને શરદી થાય છે. આજે સવારે પણ એક ડમ્પર રોડ ઉપર નાંખેલ માટીમાં ખુંપી ગયું હતું અને જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જાેકે સદભાગ્યે કોઈને કાંઈ ઈજાઓ પહોંચી નથી. આવા બનાવો જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં જાેવા મળે છે. ત્યારે હવે તો વરાપ થઈ ગયો છે. કોર્પોરેશન તંત્રએ રસ્તાઓ સમારકામની કામગીરી તત્કાલ હાથ ધરવી જાેઈએ. તેવી લોકોની લાગણી અને માંગણી બુલંદ બની છે.

બિસ્માર રસ્તાના કારણે મધુરમ રોડ પર ડમ્પર ચાલકને નડ્યો અકસ્માત

જૂનાગઢના બિસ્માર રોડ રસ્તાના કારણે રોજ ને રોજ અકસ્માતો બની રહ્યા છે ત્યારે જૂનાગઢનાં મધુરમ થી વંથલી તરફ જતા રોડ પર આજે નવ વાગ્યાના અરસામાં એક ડમ્પર રોડ પર નાખેલી માટીમાં ખૂંપી જતાં ધમાચકડી મચી જવા પામી હતી લોકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા ની ઘોર બેદરકારીના કારણે મધુરમ રોડ ઉપર રોજ અકસ્માતો સર્જાય છેઅને વાહનો પણ પલટી મારી જવાના બનાવો બનવા પામેલ છે ખરાબ રોડ-રસ્તાના કારણે મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે તંત્ર ને અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી હલ્યું નથી તંત્રની ઘોર બેદરકારીના કારણે અકસ્માતો બની રહ્યા છે તેના જવાબદાર કોણ બનશે તેવા સવાલો હાલ જનતામાંથી ઉઠવા પામ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!