જૂનાગઢમાં ૧૪ મહિલાઓએ ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસનો ખેસ પહેર્યો

જૂનાગઢમાં પણ હવે ૧૪ જેટલી ભાજપની મહિલાઓ કોંગ્રેસમાં જાેડાય હતી અને જૂનાગઢ શહેરની કોંગ્રેસ કાર્યલય ખાતે જૂનાગઢ ધારાસભ્ય, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ મહિલા મંડળે જેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. જૂનાગઢ શહેરનાં ગાંધીચોક નજીક આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની અધ્યક્ષતામાં શહેર કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પક્ષમાં જાેડાણ કર્યાની જાહેરાત કરવામાં આવી હતી કે કોંગ્રેસમાં હવે પરિવર્તન આવ્યું છે અને ભાજપનાં કામોથી કંટાળેલી મહિલાઓ કોંગ્રેસમાં જાેડાય રહી છે અને ધારાસભ્ય ભિખાભાઈ જાેષી, કોર્પોરેટર મંજુલાબેન પરસાણા, મહિલા કોંગ્રસનાં ઉપપ્રમુખ કલ્પનાબેન જાેષી સહિતની હાજરીમાં ભાજપની ૧૪ મહિલાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસ પક્ષમાં આવકાર કર્યો હતો.
કોંગ્રેસમાં જાેડાયેલી આ તમામ ૧૪ મહિલાઓ શહેરનાં ૧ થી ૧પ નંબરનાં વોર્ડમાં મંત્રી અને કાર્યકરોનું પદ ધરાવતી હતી. ત્યારે તે હવે ભાજપમાંથી કોંગે્રસમાં જાેડાયા છે અને લોકોનાં પ્રશ્નો અંગે સમાધાન કરશે અને તંત્ર સામે અનેક સવાલો ઉઠાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જ રાજય કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલનાં કાર્યક્રમમાં ભાજપમાંથી મહિલા સહિતનાં કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જાેડાયા છે. અને બીજા જ દિવસે જૂનાગઢમાં પણ ભાજપને ફટકો પડયો હોય તેમ એકીસાથે ૧૪ જેટલી ભાજપની મહિલાઓ કોંગ્રેસમાં જાેડાય છે. ત્યારે ખરાબ રસ્તા, કચરો, પીવાનાં પાણીની તંગી આ સહિતની સમસ્યાઓ લોકો સુધી પહોંચાડવા ભાજપ કયાંકને કયાં નિષ્ફળ રહ્યું હોય અને વિકાસની વાતો કરતું ભાજપ માત્ર વાતો જ કરતું હોવાને કારણે ભાજપનાં કાર્યકરોમાં પણ હવે નીરાશા જાેવા મળી રહી છે. ભાજપનાં નવા પ્રદેશ અધ્યક્ષનાં રાજયભરનાં પ્રવાસ બાદ ભાજપનાં કાર્યકરો કોંગ્રેસમાં જાેડાય રહ્યા છે ત્યારે આ મુદ્દાને લઈને ભારે ચર્ચા જાગી છે.
આટલી મહિલાઓ કોંગ્રેસમાં જાેડાયા
૧. રાબડીયા રેખાબેન
ર. વોરા પારૂલબેન
૩. રાદડીયા રમાબેન
૪. બુટાણી જયશ્રીબેન
પ. હંસાબેન પાનસુરીયા
૬. જીગુબેન વઘાસીયા
૭. શીલ્પાબેન વર્ણગર
૮. હીનાબેન બુટાણી
૯. પૂનમબેન પટોળીયા
૧૦. ભાવનાબેન ઢોલરીયા
૧૧. હંસાબેન પતોડીયા
૧ર. જુલીબેન તંતી
૧૩. કોલમબેન નાઢા
૧૪. રેખાબેન જાેષી
ભાજપના અન્ય કાર્યકર્તાઓ પણ કોંગ્રેસનાં સંપર્કમાં હોવાનો કોંગ્રેસ શહેર પ્રમુખનો દાવો

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં અસંતોષ વ્યકત કરતા અન્ય કાર્યકરતાઓ પણ મારા સંપર્કમાં છે અને હજુ તો આ ટ્રેલર છે પીકચર હજુ બાકી છે. આજે તો મહિલાઓ જાેડાય છે આગામી દિવસોમાં ભાજપમાંથી અન્ય કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જાેડાશે. કોંગ્રેસમાં હવે યુવાનો મોટી સંખ્યામાં જાેડાય તેવી કામગીરી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!