તાજેતરમાં ભાદર ડેમના દરવાજા ખોલાતા અને ઉપરવાસના ભારે વરસાદને કારણે માણાવદર તાલુકાના ગણા ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાયું હતું અને ખેતરના મોટા પાયે ધોવાણ થતા કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ થતાં આ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતો એ વાવેતર કરેલ હજારો વીઘા જમીનનું ધોવાણ થયું છે તેમજ ભાદર નદીના પાણી ખેતરમાં લાંબો સમય રહેવાથી ખેડૂતો આર્થિક નુકશાની પણ ભોગવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં થયેલ નુકસાનીનો તાત્કાલીક સર્વે કરવા સરપંચે માંગ કરી છે. ઉપરાંત ગણા બીલડીના રસ્તાનો ધોવાણ થઈ જવાથી વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે ત્યારે આ માર્ગ રિપેર કરવા અનેક વાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા રિપેર કરવામાં આવતું નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews