પ્રાણીઓને થતાં મેલેરિયાના લક્ષણો માનવીઓમાં દેખાતા AIIMS ના ડોક્ટરોની ગંભીર ચેતવણી

0

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના સંશોધકો તાજેતરમાં એક્યુટ ફેબ્રિલ ઇલનેશ (કોઇપણ જાતના ચિહ્નો ન જણાતા હોવા છતાં બિમાર)નો ભોગ બનેલા ઉત્તર ભારતના કેટલાંક દર્દીઓની સારવાર કરી રહ્યા હતા ત્યારે તેઓને તે દર્દીઓમાં પ્રાણીઓને થતાં મેલેરિયાના તાવના લક્ષણો જણાયા હતા, અર્થાત તે દર્દીઓમાં પ્લાઝમોડિયમ નોલેસી નામના વાઇરસ જાેવા મળ્યા હતા, તેથી તેઓએ લોકોને ગંભીર ચેતવણી આપવા સાથે સાવચેત રહેવાની સલાહ આપી હતી. આ દર્દીઓ જુલાઇ-૨૦૧૭ થી સપ્ટેમ્બર-૨૦૧૮ વચ્ચે એઇમ્સમાં સારવાર માટે દાખલ થયા હતા. એઇમ્સના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રિ અને ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના ડોક્ટરો કેટલાંક અજ્ઞાત વાઇરસના કારણે તાવથી પિડાતા લોકો ઉપર સંશોધન કરી રહ્યા હતા. પ્રાણીઓમાં થતો મેલેરિયાનો તાવ એવો છે જે પ્રાણીઓના સંપર્કમાં આવનાર કોઇપણ વ્યક્તિને ચેપ લગાડી શકે છે, તે સાથે આ પ્રકારના તાવથી પિડાતી કોઇ વ્યક્તિ જાે કોઇ પ્રાણીના સંપર્કમાં આવે તો તેનો ચેપ તે પ્રાણીને પણ લાગી શકે છે. આ તાવ સામાન્ય રીતે વાઇરસ, બેક્ટેરિયા, ફૂગ, અને પેરેસાઇટ દ્વારા ફેલાયેલા ચેપના કારણે આવે છે. હાલ સમગ્ર વિશ્વ ચામાચિડીયાથી ફેલાયેલા કોરોના વાઇરસની મહામારી સામે ઝજૂમી રહ્ય્šં છે એવા સમયે પ્રાણીઓમાં થતાં તાવના લક્ષણો માનવીમાં દેખાયા છે તેથી તે અંગે વધુ વિગતો મેલવવી ખુબ જ મહત્વની છે. પ્લાઝમોડિયમ નોલેસી નામનો મેલેરિયાનો વાઇરસ સામાન્ય રીતે કુદરતી વાતાવરણમાં પેદા થતો હોય છે જેની લાંબી પૂંછડી હોય છે એઇમ્સના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રિના એસોસિયેટ પ્રફોસર પ્રજ્ઞાન આચાર્યના નેતૃત્વમાં રચાયેલી સંશોધકોની આ ટીમમાં ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના મનિષ સોનેજા, રાજેન્દ્ર માંન્ડેગે, અત્રેયી પ્રમાણિક, પારૂલ કોદાન, વિનોદ સિંહા અને શિવમ પાંડેનો સમાવેશ થતો હતો. આ સંશોધનમાંથી સૌથી મોટો પદાર્થપાઠ એ શીખવા મળ્યો કે પ્રાણીઓમાં રહેલા વાઇરસ આપણી ચારેબાજુએ રહે છે તએથી પર્યાવરણને શુદ્ધ રાખવું અને આ રોગ અંગેની ગાઇડલાઇન્સનું બરાબર પાલન કરવું સૌથી મહત્વનું છે એમ ડો. આચાર્યએ કહ્ય્šં હતું. આપણે પ્રાણીઓના રહેવાના સ્થફ્રોએ એટલે કે જંગલોને દિવસે ને દિવસે ખતમ કરી રહ્યા છે તેથી હવે તેઓના રોગ અને તેઓના શરીરમાં રહેલા વિવિધ પ્રકારના વાઇરસ આપણા જીવન ઉપર અસર કરી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!