લોન મોરેટોરિયમ અંગે સરકારની ખતરનાક રમત હવે ખુલ્લી પડી ગઇ છે

હોમ લોન, વિહિકલ લોન અને અન્ય જુદી જુદી લોનના હપ્તા ભરવામાંથી છ મહિના માટે અપાયેલી રાહત (લોન મોરેટોરિયમ)ની કેન્દ્ર સરકારની ગંદી અને ખતરનાક રમત હવે ખુલ્લી પડી ગઈ છે, ને સરકારે આ મુદ્દે કાયમ પ્રજાની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો છે. આ રમતને ઉંડાણપૂર્વક સમજીયો તો આપણે સમજવું પડશે કે, કોઇ લોનધારક સામાન્ય સંજાેગોમાં તેની લોનનો હપ્તો ભરવામાં ડિફોલ્ટર થાય એટલે કે હપ્તા બરી ન શકે તો શું થાય ? એવા સંજાેગોમાં બેક જેટલા હપ્તા ન ભરાયા હોય તે રકમ ઉપર પેનલ્ટી લગાડે છે, અર્થાત તે વ્યાજની ઉપર પણ વ્યાજ લગાડે છે, જેને સાદી ભાષામાં કહી શકાય કે બેંક લોન ધારક પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ વસુલે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે મોરેટોરિયમ હોય કે ન હોય લોન ધારકને તો કોઇપણ સંજાેગોમાં ડિફોલ્ટર થવાનો જ વિકલ્પ સ્વિકારવો પડશે. હવે મોરેટોરિયમની મુદત પૂરી થિ હોવાથીં બંકો તમામ લોનધારકોને અત્યાર સુધી નહીં ચૂકવેલું વ્યાજ ચૂકવી દેવા પઠાણી ઉઘરાણી કરશે, જાે લોન ધારક તે વ્યાજ તાત્કાલિક નહીં ભરી શકે તો તેના એકાઉન્ટને એનપીએ જાહેર કરી દેવાશે અને તે આપોઆપ ડિફોલ્ટર સાબિત થઇ જશે, તે ઉપરાંત બેંક તેને બાકીના તમામ લોનની રકમ પણ તાત્કાલિક બરી દેવા નોટિસ ફટકારી શકે છે. અલબત્ત રાહતની વાત એ છે કે મોરેટોરિયમના સમયગાળા દરમ્યાન ચડેલા વ્યાજમાં રાહત આપવાની દાદ માંગતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરાઇ છે ને તેની સુનાવણી હાલ ચાલુ છે તેથી સુપ્રિમ કોર્ટે તમામ બેંકોને આદેશ આપ્યો છે કે આગામી બે મહિના સુધી કોઇપણ લોન ધારકના એકાઉન્ટને એનપીએ જાહેર નહીં કરવા. અહીં નોંધવા જેવી વાત એ છે કે લોકોની વહારે સુપ્રિમ કોર્ટ આવી છે પરંતુ સરકાર તો લોકોની તકલીફોથી મોં ફેરવી લીધું છે. મોરેટોરિયમના સમય ગાળા દરમ્યાન વ્યાજને પણ માફ કરી દેવા ગે ર્રિઝવ બેંકે પણ પોતાનું મોં ફેરવી લીધું હતું અને કહ્ય્šં હતું કે જાે વ્યાજની રકમ માફ કરી દેવામાં આવશે તો બેંકોની આર્થિક તંદુરસ્તી ઉપર અસર પડશે, મતલબ રિઝર્વ બેંકને બેંકોની ફિકર છે પરંતુ પ્રજાની તેને સહેજપણ પરવા નથી. જાે કે ર્રિઝવ બેંકે સુપ્રિમ કોર્ટને એવી ખાતરી જરૂર આપી હતી કે લોન ધારકોની તકલીફો દૂર કરવા તેનાથી શક્્ય હશે એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!