દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના પોલીસ મથકમાં જુગાર અંગેની કાર્યવાહી તથા પોલીસ મથકમાં જ રમતા જુગાર અંગેના વાયરલ થયેલા કથિત વીડિયોએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. જોકે આ વિડિયો પોલીસ દ્વારા જુગારનો અંગે નહીં પણ જુગાર અંગેની કાર્યવાહીનો હોવાની સ્પષ્ટતા સ્થાનિક અધિકારી દ્વારા કરી, આ અંગે એલસીબી પોલીસને આગળની તપાસ સોંપવામાં આવી છે. ખંભાળિયા પંથકમાં બેફામ થયેલા જુગારી તત્વો સામે અહીંની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે એક જુગાર દરોડા બાદ ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ મથકમાં જ જુગાર રમાતો હોવાનો કથિત વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો. આના અનુસંધાને અહીંના પી.આઈ. જી.આર. ગઢવીએ જણાવ્યું હતું કે આ વીડિયો આશરે પચીસેક દિવસ પહેલાનો શ્રાવણ માસ દરમ્યાન રમાતા જુગાર દરમ્યાનનો છે. વીડિયોમાં દર્શાવાતી પત્તાની કામગીરી જુગાર દરોડા પછીની અને ધોરણસર કરવામાં આવેલી કામગીરીનો છે. તેનો વિડીયો કોઈએ ઉતારી અને ટિ્વસ્ટ કરી અને હવે છેક સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે. આમ, આશરે ૨૫ દિવસ પહેલાના આ કથિત વિડીયોએ સ્થાનિક પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે. આ વિડિયો અંગેની તપાસ જિલ્લા એલસીબી પોલીસને સોંપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ વચ્ચે સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવતા આ વિડીયો બાદ વાયરલ થયેલી અન્ય એક ઓડિયો ક્લિપે પણ ભારે ચર્ચા જગાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews