જૂનાગઢની કામદાર સોસાયટી ખાતે રહેતા શાકભાજી વેંચાનાર સાગરભાઇ જયેશભાઇ સોલંકી તેમના પરિવાર સાથે તા. ૩-૯-૨૦૨૦ ના રોજ જૂનાગઢથી રાજકોટ જવા માટે રેલ્વે સ્ટેશન જવા રીક્ષામાં ગયેલ હોય, જે રીક્ષામાં થેલો ભૂલાઈ ગયેલ હતો. થેલામાં તેમની સોના, ચાંદીની વસ્તુઓ, કપડા, મોબાઇલ, રોકડ રકમ સહિત અંદાજીત રૂા. ૨૦,૦૦૦ નો કિંમતી સામાન હતો જે ભવિષ્યમાં મળવી મુશ્કેલ હોય, તેમનો પરીવાર વ્યથિત થઈ ગયેલ હતો. આ બાબતની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ આર.જી.ચોધરીને કરતા, તેઓ દ્વારા જીલ્લાના કમાન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
દરમ્યાન જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તેમજ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ આર.જી.ચોધરી ડી સ્ટાફ હેડ કોન્સ. વિક્રમસિંહ ઝુંઝીયા, પોલીસ કોન્સ. વનરાજસિંહ ચુડાસમાં, અનકભાઇ બોઘરા તેમજ જીલ્લાના કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતેના પીએસઆઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રોહિતભાઇ હડીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજને આધારે તપાસ કરતા રીક્ષા બાબતે ઝીણવટભરી તપાસ કરતા સાગરભાઇ જયેશભાઇ સોલંકી અને તેમના પરિવાર જે રીક્ષામાં આવેલ હતા, તે રીક્ષાનો નંબર ય્ત્ન ૧૧ ફફ ૦૩૪૫ મળી આવેલ હતો. રીક્ષાના નંબર આધારે રીક્ષા માલિક દિપકભાઇ અમૃતભાઇ તન્ના (જૂનાગઢ)નું નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. બીજીબાજુ રીક્ષા માલિકને પોતાની રીક્ષામાં કોઇકનો થેલો હોવાનુ માલુમ પડ્યુ હતુ. જે પણ ફરીથી થેલો લઈને પરત આપવા માટે આવ્યો, પણ કોઈ મળી આવેલ ન હતું. રીક્ષા માલિકને પોલીસ દ્વારા શોધી, પોલીસ દ્વારા સાગરભાઇ જયેશભાઇ સોલંકીનો કિંમતી સામાનનો થેલો સહી સલામત પરત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી સામાન પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સંવેદનાપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સાગરભાઇ જયેશભાઇ સોલંકીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા કમાન્ડ કંટ્રોલ પોલીસ અને એ ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં સાગરભાઇ જયેશભાઇ સોલંકીનો ગુમ થયેલ સામાન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews